હિન્દ ન્યુઝ, પાલનપુર
બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં માં એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એ સી બી એ રંગે હાથે ઝડપી લીધા હતા. જેમાં આરોપી દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ, એ.આર.ટી.ઓ. વર્ગ – ૨, ચાર્જ- આર.ટી.ઓ., બનાસકાંઠા, પાલનપુર. શુકનગ્રીન સોસાયટી, પારપડા રોડ, પાલનપુર. પંકજકુમાર નાથુભાઇ ચૌધરી,
કરાર આધારીત ડ્રાયવર આર.ટી.ઓ. કચેરી, પાલનપુર
રહે.લાલાવાડા, તા.પાલનપુર જી.બનાસકાંઠા. જેવો એ ગુનો બન્યા તા.10/11/2020 લાંચની માંગણી કરી હતી. જેમાં લાંચ ની રકમ રૂ.૮૩,૨૦૦/-, લાંચમાં સ્વીકારેલ રકમ રૂ.૮૩,૨૦૦, લાંચની રીકવર કરેલ રકમ રૂ.૮૩,૨૦૦/- લીધી. ગુનાનુ સ્થળ
આર.ટી.ઓ. કચેરી, પાલનપુર. વધુમાં આ કામ ના ફરીયાદી દ્વીચક્રી વાહનના શો રૂમમાં વેચાણ થયેલ નવા વાહનોના રજીસ્ટ્રેશનનુ કામ કરતા હોઇ વેચાણ થયેલ વાહનોની ફી ઓનલાઇન ભરાતી હોવા છતા આરોપી . દ્રષ્ટિબેનના ઓએ ફરીયાદી પાસે આ કામે પાલનપુર જીલ્લાના ફોર્મનુ ઇન્સપેકશન તથા વેરીફાઇ કરાવવાના એક ફોર્મ દીઠ રૂ.૭૫/-ની તથા પાટણ જીલ્લાના એક ફોર્મ દીઠ રૂ.૧૦૦/-લેખે ગત માસના વેંચાણ થયેલા વાહનના કુલ પેટે રૂ.૮૩,૨૦૦/- ની માંગણી કરેલ, જે લાંચના નાણા આરોપી પંકજકુમાર ચૌધરીને આપી દેવાનુ કહેલ. આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી જડપી લીધા હતા. જેમાં ટ્રેપિંગ અધિકારી જે.પી.સોલંકી, પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. પો.સ્ટે., પાટણ, સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ એ સી બીના અધિકારીઓ જડપી લીધા હતા.
રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર
