જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ એન.ડી.આર.એફ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત ભારે વરસાદ સહિતની કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા અને રાહત તેમજ બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે.

એનડીઆરએફની ટીમ ૨૮ જવાનો સાથે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ટીમ કમાન્ડર શ્રી વિનયકુમાર ભાટીએ જણાવ્યું હતું કે, ‘હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. જેને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એન.ડી.આર.એફની ટીમ ખડેપગે તૈયાર છે. જેથી ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પહોંચી વળવા માટે સજ્જ છીએ. ’

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એન.ડી.આર.એફની ટીમ રબ્બરની બોટ, લાઇફ જેકેટ, દોરડાં, કટર સહિતના અત્યાધુનિક રેસ્ક્યૂ સાધનોથી સજ્જ છે. જેથી કોઈપણ આફતના સમયે કટોકટીની પળોમાં ત્વરિત પગલા લઈ જાનહાનિ નિવારી શકાય.

ઉલ્લેખનીય છે કે, સાવચેતીના ભાગરુપે વહીવટી તંત્ર સાથે સંકલન કરી એન.ડી.આર.એફ કોસ્ટલ એરીયાના જુદા જુદા લો લાઈન ધરાવતાં વિસ્તારની મુલાકાત લઈ રહ્યાં છે તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

Related posts

Leave a Comment