રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, દીવ

   દીવ નાં વણાંકબારા શિવ સદન હોલ મુકામે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાય જૂથ ની અંદર લખપતિ દીદી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન મળીને કુલ ૫૦ સર્ટિફિકેટ નું વિતરણ કરીને સન્માનિત કરવામાં આવ્યાં

    આ કાર્યક્રમ દીવ નાં એડિશનલ કલેકટર કમ જિલ્લા પંચાયત નાં સી. ઇ. ઓ. ડૉ. વિવેક કુમાર ની મુખ્ય ઉપસ્થિતિ માં યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે વણાંકબારા વિવિધ ગ્રામ પંચાયતો નાં સરપંચો મિનાક્ષીબેન જીવન, નરસિંહ સોલંકી, વેલજીભાઈ ભીખા સોલંકી, ઉપસરપંચ રામજીભાઈ ચાવડા સાઉદવાડી ગામનાં સરપંચો દમયંતીબેન નરસિંહ, કાન્તાબેન મેઘજી, દિવ જિલ્લા પંચાયત નાં સભ્ય એડવોકેટ નાનજી બારીયા તેમજ સી.આર.પી. બહેનોનાં વરદ હસ્તે સ્વયં સહાય જૂથનાં બહેનોને લખપતિ દીદી નાં સર્ટિફિકેટ નું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. આ સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવામાં બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુર કોળી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર મીનાક્ષી ગઢવી અને એમ.આઇ. એસ. કો-ઓર્ડીનેટર નવનીત બામણીયા નું સંપૂર્ણ યોગદાન રહ્યું.

રિપોર્ટર વિજય લક્ષ્મી પંડયા, દીવ


Related posts

Leave a Comment