જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર) ખાતે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ધરમપુર

       ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેંડિંગની યાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના આહ્વાનને પગલે પ્રથમ નેશનલ સ્પેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર) ખાતે વિવિધ કાર્યક્રમો યોજયા હતા.ર્ઓગસ્ટ 22, 2024 એ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર, પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ સરીગામ ખાતે CHANDRAYAN 3: India’s Giant Leap in Lunar exploration વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ, લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ અને લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના 730 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, આ ઇવેન્ટને ભવ્ય રીતે સફળ બનાવી સેમિનારમાં ચંદ્રયાન-3 ના ઐતિહાસિક મિશનમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ, ચંદ્રયાન-2 માંથી શીખેલા પાઠ અને ચંદ્રની સપાટી પર કરવામાં આવેલા મૂલ્યવાન પ્રયોગો સહિતની ઊંડી સમજ આપવામાં આવી હતી.જેણે તમામ ઉપસ્થિતોમાં ઉત્સુકતા અને ઉત્સાહ જગાડ્યો હતો. અભ્યાસક્રમ આધારિત મોબાઇલ સાયન્સ એક્સિબિશન ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે ઈંટરેક્ટિવ અનુભવ મેળવ્યો. ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે ખગોળશાસ્ત્ર વિષય પર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    ઓગસ્ટ 23, 2024 ના રોજ ભારતીય અવકાશ કાર્યક્રમ વિષય ઉપર પેનલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટનના ભાગરૂપે ધર્મેન્દ્રસિંહ પરિહાર, ડૉ. ભદ્રેશ સુદાની(આસિસ્ટન્ટ પ્રોફેસર, GEC વલસાડ) પ્રજ્ઞેશ રાઠોડ, એજ્યુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર તથા તમામ સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં આંગણવાડી બહેનો, મોડેલ સ્કૂલ માલનપાડાના વિદ્યાર્થીઓ તથા અન્ય મુલાકાતીઑ સહિત 106 મુલાકાતીઓ એ ભાગ લીધો હતો. ત્યારબાદ ડૉ. ભદ્રેશ સુદાની (આસિસ્ટન્ટ પ્રોફેસર, GEC વલસાડ) દ્વારા Chandrayaan 3: India’s Leap in Lunar Exploration & its Impact on Future Space Missions” વિષય ઉપર અસરકારક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.જેમાં અત્યાર સુધીના ઉપગ્રહોના લોન્ચિંગ તથા ઇસરોની કામગીરી વિષે માહિતી આપવામાં આવી હતી. ચંદ્ર, પૃથ્વી, PSLV Mk 3 તથા મંગળ ગ્રહના 3D પ્રિન્ટિંગ મોડેલ બતાવી સમજૂતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે ભારતની અવકાશયાત્રા વિષય અંતર્ગત ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતા બાળકોને ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત ચંદ્રયાન 3 અંતર્ગત ડોક્યુમેંટ્રી ફિલ્મ તથા વોટર રોકેટનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર દિવસમાં 300 જેટલા મુલાકાતીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.


Related posts

Leave a Comment