હિન્દ ન્યુઝ, વલસાડ
શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર માત્ર ધરમપુર જ નહીં પણ તેની આજુબાજુના અનેક ગામ તથા સમગ્ર દક્ષિણ ગુજરાત માટેનું સર્વોચ્ચ આરોગ્ય સેવા કેન્દ્ર છે. અહીં હદયરોગની સારવાર ખુબ જ ઉત્તમ રીતે કરવામાં આવે છે. અહીં બાળક, યુવા કે વૃદ્ધ દરેક માટે હદયરોગનું નિદાન અને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, જટિલ એન્જીયોપ્લાસ્ટી, IVUS/OCT એન્જીયોપ્લાસ્ટી, પેસમેકર, વિવિધ પ્રકારના ડિવાઈસ, બાળકોમાં હદયના કાણામાં થતી તકલીફ અને તેમાં મુકવામાં આવતા ડિવાઈસ ઉપરાંત ઓપન હાર્ટ સર્જરી સહીત બઘી જ સારવાર કરવામાં આવે છે.
વલસાડ જીલ્લામાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓપન હાર્ટ સર્જરીમાં એક ખાસ પ્રકારની કી હોલ સર્જરીનું સર્વ પ્રથમ અત્યાધુનિક ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. હદયના ઓપરેશનમાં મોટા ચીરાને બદલે ચાર કે પાંચ સેન્ટીમીટરના ચીરામાં જ આખું ઓપરેશન કરવામાં આવે છે. જેના કારણે હદયના ઓપરેશન પછીની રીકવરી, ઇન્ફેકશન અને પોસ્ટ ઓપરેટીવ કેરમાં ઘણો ફાયદો મળે છે. વલસાડ જીલ્લાના હદયરોગના દર્દીઓએ વેઠવી પડતી હાડમારી અને મોટા શહેરો (સુરત, મુંબઈ)માં કરવા પડતાં ખર્ચની સમસ્યાને આ હોસ્પિટલે પોતાની શ્રેષ્ઠ અને અત્યાધુનિક સારવાર વડે ઉકેલી દીધી છે.
શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ટ્રસ્ટી અજયભાઇ દોષી જણાવે છે કે, “આ હોસ્પિટલ અધતન સાધનો અને સુવિધાઓ સાથે અગ્રણી અને અત્યંત અનુભવી ડોક્ટરો દ્વારા સ્થાનિક લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સારવાર આપવા હંમેશા તત્પર રહી છે. પરંપરાગત ઓપન-હાર્ટ સર્જરીના નવા વિકલ્પ રૂપે અહીં થયેલ કીહોલ હાર્ટ સર્જરીએ આ દિશામાં લેવાયેલું વધુ એક પગલું છે.”
શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની કેથલેબ એ સ્ટેટ ઓફ આર્ટ કેથલેબ છે જેમાં મેટ્રો સીટીમાં ઉપલબ્ધ હોય તેવી તમામ પ્રકારની સુવિધાઓ ખુબ જ સારી રીતે અને નજીવા દરે કરવામાં આવે છે. કેથલેબ કાર્યરત થયાથી અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં ૧૭૦૦ થી ૧૮૦૦ કાર્ડિયાક ઇન્ટરવેન્શન અને ૧૫૦થી વધુ ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવેલ છે જેમાં કી હોલ બાયપાસ સર્જરીનો પણ સમાવેશ થાય છે.
રિપોર્ટર : મહેશ ટંડેલ, ધરમપુર