દીવ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ 

દીવ જિલ્લામાં ઘોઘલા ખાતે આવેલ મોતી સાગર હોલ માં આઈસીડીએસ, મિશન પોષણ અને મિશન શક્તિ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત સગર્ભા માતાઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

      કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા નિયુક્ત સમાજ કલ્યાણ વિભાગના સચિવ શ્રી ફરમાન બ્રમ્હા અને ડે. સેક્રેટરી શ્રી મનોજ પાંડે ના માર્ગદર્શન અને દીવ જિલ્લા કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્થિતિમાં જિલ્લામાં મિશન પોષણ, મિશન શક્તિ દ્વારાવિશ્વ સ્તનપાન સપ્તાહ ના જન જાગૃતિ હેતુ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઘોઘલા ગામના તમામ આંગણવાડીના લાભાર્થી સગર્ભા માતાઓ એ લાભ લીધો હતો. આજના કાર્યક્રમમાં ખાસ સીડીપીઓ શ્રીમતી ગાયત્રી જાટ દ્વારા સગર્ભા અવસ્થા દરમ્યાન વિશેષ કાળજી વિશે વિગતવાર માહિતી આપી હતી. સગર્ભા અવસ્થા દરમ્યાન સગર્ભા માતા એ તથા તેમના ગર્ભમાં રહેલ બાળકને પૌષ્ટિક ખોરાક આપવો. લીલા શાકભાજી, અનાજ, કઠોળ, ફળો, ઈંડા, માછલી વગેરે ખોરાક નો ઉપયોગ સગર્ભા અવસ્થા દરમ્યાન ખોરાક લેવો જોઈએ. ગર્ભાવસ્થાથી 6 વર્ષ સુધી બાળકના પોષણ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજારમાં મળતા ફૂડ પેકેટ બાળકોના તથા ગર્ભાવસ્થા દરમ્યાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તે સગર્ભા બહેનો ને વિસ્તૃત માંજણાવેલ આજ ના કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ડો. કેતન દ્વારા સગર્ભા અવસ્થા દરમ્યાન લેવાતી કાળજી અંગે વિસ્તુત માહિતી આવેલ દરેક બહેનો તથા ભાઈઓ ને આપેલ તથા દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતિ ભાનુ પ્રભા મેડમ દ્વારા આવેલ તમામ સગર્ભા સ્ત્રી ને જરૂરી માહિતી આપી જેમાં તેમણે વિસ્તુતમાં આજનો દિવસ ના હેતુ વિશે જણાવતા કહ્યું કે, ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ, તરીકેની ઉજવણી દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવે છે, જેને WHO, UNICEF અને આરોગ્ય મંત્રાલયો અને નાગરિક સમાજ ભાગીદારો દ્વારા સમર્થન આપવામાં આવે છે. 2024 માટેની થીમ છે અંતરને બંધ કરવું, બધા માટે સ્તનપાનનું સમર્થન. 

આ ઝુંબેશ સ્તનપાન કરાવતી માતાઓને તેમની તમામ વિવિધતામાં, તેમના સ્તનપાન પ્રવાસ દરમિયાન ઉજવશે, જ્યારે પરિવારો, સમાજો, સમુદાયો અને આરોગ્ય કર્મચારીઓ દરેક સ્તનપાન કરાવતી માતાની પાછળ રહી શકે તે રીતે દર્શાવે છે.સગર્ભા બહેનોએ તેમના માટે કેવા પ્રકારનો ખોરાક લેવો તથા બાળક ના જન્મબાદ સ્તનપાન કેવી રીતે કરાવું તે અંગે માર્ગદર્શન આપેલ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર શ્રીમતી ગાયત્રી આર જાટ ના માર્ગદર્શન હેઠળ ચિરાગ શાહ (જિલ્લા સંયોજક), દીપાલી પટેલ (બ્લોક-કોઓર્ડિનેટર) અને દીપા વાજા (જિલ્લા પ્રોજેક્ટ સહાયક), નિસર્ગ ઉપાધ્યાય (જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર), રવીશા રોહિત, અસીમ મન્સૂરી અને ઘોઘલા આંગણવાડી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ


https://hindnews.in/?p=42757

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ 

Related posts

Leave a Comment