ગીર સોમનાથ જિલ્લામાં મેગા ડિમોલિશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    જિલ્લામાં ચાલી રહેલા ડિમોલિશનને વેગવાન બનાવતાં આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ગામથી લઈ શહેર સુધી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ રીતેસમર્થ અને શક્તિશાળીએ લોકોએ કરેલા દબાણો દૂર કરીને નાના માણસોને પડતી હાલાકીને દૂર કરી સામાન્ય લોકોની સગવડમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર જિલ્લામાં ડિમોલિશન દ્વારા કલેક્ટરએ સ્પષ્ટ રીતે સંદેશો આપ્યો છે કેસરકારી જમીન પર થયેલું દબાણ કોઈપણનું હશેતો પણ કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં.

આ રીતે ખેતરખોરડા અને શહેરની શેરીઓ સુધી ગેરકાયદેસર દબાણ પર સરકારી બુલડોઝર ફર્યું‌ હતુ. આ રીતે ખુલ્લી થયેલી સરકારી જમીન પર વિવિધ નાગરિક સુવિધાના કામો પણ ઊભા કરવામાં આવનાર છે.

આજે કોડિનાર શહેર વિસ્તારમાં ઉના ઝાંપા થી માર્કેટિંગ યાર્ડ અને પાણી દરવાજાથી અજંતા ટોકિઝ વાળા રસ્તે આવેલ ૩૦૦ જેટલી દુકાનોની આગળના ભાગમાં ૩,૨૦૦ ચો .મી. વિસ્તારમાં આવેલ ઓટલા, છાપરા, પગથિયાંહોર્ડિંગ્સ વગેરેને દૂર કરવામાં આવ્યાં હતાં. જેની બજાર કિંમત રૂ ૨.૪૦ કરોડ જેટલી થવા જાય છે

આ ઉપરાંત, ૧૫૦ જેટલા અસ્થાયી દબાણો જેવાં કે, રસના ચીચોડા, રેકડી, ચા ની કેબિન, વગેરેને શિંગોડા નદીના કાંઠે વોકર્સ ઝોનની જગ્યામાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આ રીતે જમીન ખુલ્લી થવાથી શહેર વિસ્તારમાં થતાં ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને લોકોને ચાલવા માટે મોટી ફૂટપાથ ઉપલબ્ધ થશે.

તેવી જ રીતે, કોડિનાર તાલુકાના કંટાળા ગામે ગૌચરની જમીન પરનું આશરે ૨૨ વિઘાનું દબાણ ગામ લોકો દ્વારા સ્વૈચ્છીક રીતે ખુલ્લું કરી અંદાજિત રૂ. ૧.૧૦ કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

તે જ રીતે, કોડિનાર તાલુકાના દેવળી ગામે ગામતળમાં નડતરરૂપ અસ્થાયી દબાણો દૂર કરીને રૂ. પ લાખની આશરે અંદાજિત ૮૫૦ ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી ‌હતી. આ જગ્યા પર જિલ્લા આયોજન મંડળની મંજૂર ગ્રાન્ટમાંથી રૂ. ૧૪ લાખના ખર્ચે પાણી માટેનો ટાંકો બનશે.

તે જ રીતે, કોડિનાર તાલુકાના વેલણ ગામે ગૌચરની ૨.૨૦ હેકટર જમીન ખુલ્લી કરી અંદાજે રૂ.૧,૪૦,૦૦,૦૦૦/- ની કિંમતની ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી અને હજુ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલું રહેનાર છે.

આ ઉપરાંત, સરકારી હોસ્પિટલના ૪ જર્જરિત ક્વાર્ટરને તોડી પાડવામાં આવ્યાં હતાં. જ્યાં નવી આરોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

તો, ઉના તાલુકાના ઓલવણ ગામે ગામતળ પૈકીની જમીન ઉપર અનઅધિકૃત રીતે થયેલ દબાણ બાબતે લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે ફરિયાદ મળતાં આજ રોજ રૂ.૨૩.૭૫ લાખની આશરે ૯૫૦ ચો.મી.સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ગીર ગઢડા તાલુકાના વડ વિયાળા ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણ દૂર કરી અંદાજે રૂ.૧૯,૫૦,૦૦૦/- કિંમતની ૧,૯૫૦ ચો.મી. ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

વેરાવળ તાલુકાના બાદલપરા ગામે ગૌચરમાં ગેરકાયદેસર થયેલ ૬૫૨ ચો.મી.ના અને ગામતળ ૭૨ ચો.મી માં થયેલ કાચા બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. જેની બજાર કિંમત રૂ ૩૨.૫૮ લાખ જેટલી થવા જાય છે. હજુ દબાણ હટાવવાની કામગીરી ચાલું છે.

આ ઉપરાંત, વેરાવળ તાલુકાના તાલાલા-વેરાવળ હાઇવે પર મોરાજ ગામના ૧૩ કોમર્શિયલ દબાણ, બે ટોયલેટ બ્લોક દૂર કરી ૪,૦૦૦ ચોરસ મીટર જમીન તથા ગોવિંદપુરા ગામમાં ૧૬ કોમર્શિયલ દબાણ અને બે ટોયલેટ બ્લોક દૂર કરી ૪,પ૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આમ, આજે ગામ થી નગર સુધી અનેક જગ્યાએ સરકારી જમીન પર તથા ગૌચર પર થયેલા દબાણ દૂર કરીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.


Advt.

Related posts

Leave a Comment