હિન્દ ન્યુઝ,
દીવ – નાગવા મુકામે વિદ્યા સભાખંડમાં નરેન્દ્રભાઈ ગોસ્વામી ના સાતમાં પુસ્તક ડૉ. નેહાની ડાયરી – પત્ર, વાર્તાઓ નું વિમોચન અને લોકાર્પણ સુ. લીલાવંતી બામણિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજુલાના કવિ – લેખક આદરણીય ડેર ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિતિ રહ્યા. જેમાં ગઝલ અને ગીતનું ગાન કીર્તિકાબહેને, પુસ્તકના લેખક પરિચય કવિ ડૉ.દાર્શનિક વાજાએ આપ્યો. ગોસ્વામી ના છ પુસ્તકો વિશે નિરાલી જાલેરાએ વક્તવ્ય આપ્યું. જે પુસ્તકનું વિમોચન થયું તેના વિશે વિસ્તૃત જાણકારી માનશિન બામણિયાએ આપી તેમજ રમેશ રાવળ, દેવુભાઇ પુરોહિત, રામભાઈ વાળા, ઉકાભાઇ વઘાસિયા તેમજ ડેરએ એમના આશિષ આપ્યા.
અંતે આભાર વિધિ કૌશલ પારેખ દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન સૌરભ સાહિત્ય ઉના અને સાહિત્ય વર્તુળ બુક ક્લબ ઉના દીવ અંતર્ગત આયોજન થયું. જેમાં સર્જકો, લેખકો અને વાચકો હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન રવિ તન્ના દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટર : રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
Advt.