હિન્દ ન્યુઝ, દીવ
નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા અને તેનાથી માનવ શરીર પર થતી ખરાબ અસર અને નુકશાન વિશે જાગૃતતા ફેલાવવાનો છે.
જે અનુસંધાનમાં દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુક્ત ભારત અભિયાન દીવના અધ્યક્ષ શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં દીવ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાનો ખાતે વિવિધ નશાકારક પદાર્થો જેમ કે, દારૂનું વધારે પડતું સેવન કરવાથી, ધુમ્રપાન કરવાથી તેમજ તંબાકુ/ગુટખા/પાન-મસાલાનું સેવન કરવાથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાનને દર્શાવતા ૧૫ બોર્ડસ જયારે દીવના ૦૪ જાહેર સ્થળો પર મોટા હોર્ડિંગસ લગાવવામાં આવેલ હતા. વિભાગ દ્રારા ઉપરોક્ત બોર્ડસ અને હોર્ડિંગ્સ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ભારત સરકારના નશા મુક્ત ભારત અભિયાન હેઠળ નશા મુક્ત ભારતના સપનાને સાકાર કરવાના સંદેશને વધૂમાં વધૂ લોકો સુધી પહોંચાડી શકાય અને લોકોને વિવિધ પ્રકારના નશાકારક પદાર્થના દુરુપયોગથી માનવ શરીર પર થતા નુકશાન અંગે સુગ્રાહીકૃત અને જાગૃત કરી શકાય.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
Advt.