હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન સોમનાથ મંદિર પાસે, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોગ સાથે બેટી બચાવો, બેટી પઢાઓની યોજનાના જાગૃતિ સંદેશ માટે ઉપસ્થિત દીકરીઓને ટી-શર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસ્થ રહેવા માટે જેમ યોગને મહત્વ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે સમાજમાં દીકરીઓને સમાનતા મળે અને દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી સુનશ્ચિત થાય તે માટે સમગ્ર દેશમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના’ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
આરોગ્યની સાથે દીકરીઓના શિક્ષણ અને જન્મને આવકારવાનો સંદેશ સમાજમાં આપવા માટે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ “બેટી બચાઓ- બેટી પઢાઓ” યોજના અંગે જાગૃતિ માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને ટી-શર્ટ અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારસુરની ટીમ દ્વારા દીકરીઓને ટોપી અને ટી-શર્ટ આપીને રીતે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.