જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લ્લામાં આવેલ જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. તાજેતરમાં જ કાલાવડ તાલુકાના બાલંભડી તથા પીઠડીયા ખાતે ડેમમાં ડુબી જવાના કારણોસર માનવ મૃત્યુ નોધાયા હતા. નદી, તળાવ, નહેર, દરીયો, ડેમ, સિંચાઈ, યોજનાઓ વગેરે સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. અને ડેમ/જળાશય/નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી સુચના થયેલ છે જે ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા જિલ્લાના વિવિધ જળાશયો પર નાહવા કે અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૧૫-૦૭-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Related posts

Leave a Comment