હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનો લાભ જિલ્લાના ઉદ્યોગકારો મેળવી શકે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આવી જ કેટલીક યોજનાઓ જેવી કે, “આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઇઝ-૨૦૨૨” અંતર્ગત આસિસ્ટન્સ ફોર ઇન્ટ્રરેસ્ટ સબસિડી, કેપિટલ સબસિડી તથા CGTMSE રિએમ્બર્સમેન્ટ, આસિસ્ટન્સ ફોર પાવર કનેક્શન ચાર્જીસ, આસિસ્ટન્સ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન, ERP (એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ) આસિસ્ટન્સની યોજનાઓના મોડ્યૂલ IndextB / IFP ટીમ દ્વારા http://www.ifp.gujarat.gov.in પર લાઇવ કરવામાં આવેલ છે. આ યોજનાઓ અંતર્ગત ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે તેની નોંધ લેવા ગીર સોમનાથના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અખબારી યાદીમાં જણાવાયું છે.