છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઇ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યની સૂચના અન્વયે સમગ્ર રાજ્યમાં ૧૫ દિવસ સુધી મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે, આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદાનમાં લોકોની સહભાગિતા વધે તે માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મતદાનના આગળના દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવશે. તેમણે જિલ્લાવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ જિલ્લાના વધુમાં વધુ લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવા સંબંધિત અધિકારીઓને સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment