રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ હવે ઇન્ટરકોમથી વાત કરી કોરોનાથી બચશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનના અંદરના ભાગે અરજદારો પ્રવેશ ન કરે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં અને સોશ્યલ ડિસ્ટસીંગ નુ પુરેપુરુ પાલન થાય તેવા હેતુથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા કરવામા આવેલ છે. જેમા અરજદારોની રજુઆત સાંભળવાની વ્યવસ્થા કરવામા ફોન દ્વારા કરવામાં આવેલ છે. પોલિસ સ્ટેશનમાં પ્રવેશતા તમામ અરજદારોને ફરજીયાત થર્મલ સ્કેનીંગ કરવામા આવે છે. તેમજ સેંનેટાઈઝરથી તેના હાથ સેનેટાઈઝ કરવામા આવે છે. તેમજ અરજદારો દ્વારા અરજી આપવામા આવેતો તે પણ સેનેટાઈઝર સ્પ્રે થી સેનેટાઈઝ કરવામા આવે છે.

અરજદારોએ ફરજીયાત માસ્ક પહેરીને જ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપવામા આવે છે. તદ્દઉપરાંત સોશ્યલ ડિસ્ટસીંગમાં અરજદારો બેસી રહે તે રીતે બારીથી બહારના ભાગે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામા આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment