ગઢડા તાલુકાના ઢસા જકશન માં ફરીથી S.T. બસના રૂટ શરુ……

ગઢડા ,

ગઢડા તાલુકાના ઢસા જંકશન માં આવેલ G.S.R.T.C બસ સ્ટેશન માં લોકડાઉન 4 માં 21-5-2020થી ટોટલ હાલ 13 બસ ચાલુ કરેલ છે. જેમાં ઢસા થી બરવાળા, ઢસા થી બોટાદ, ઢસા થી ગઢડા જવા માટે મંજૂરી મળેલ છે, તેમજ બસ ચાલુ થવાંથી મુસાફરો માં ખુશી જોવા મળી રહી છે, તેમજ વેપારી મિત્રો માં પણ ખુશી જોવા મળી રહી છે, હજી ભાવનગર ડિવિજન માંથી બસમાં રુટ વધારવાની સંભાવના છે. તારીખ 21-03-2020 થી બસ માં મુસાફરી બંધ થઈ જતા મુસાફરો એ બહુજ હાલાકી ભોગવેલ હતી. બસ શરૂ થતાં ડેપો મેનેજર એ પણ ખુશી વ્યકત કરી છે. તેમજ સરકાર આદેશ મુજબ બસ ની અંદર સીટ માં 3 વ્યક્તિ ની સીટ માં 2 મુસાફર બેસાડે છે , તેમજ 2 ની સીટ માં 1 મુસાફર બેસાડે છે.

 

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment