મહીસાગર જિલ્લા ચુંટણી અઘિકારી શ્રીમતી નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪નું મતદાન ૭મી મે ના રોજ યોજાનાર છે જે અંતર્ગત મહીસાગર જિલ્લા ચુંટણી અઘિકારી શ્રીમતી નેહાકુમારી દ્વારા વિવિઘ માઘ્યમો ઘ્વારા મતદાનની ટકાવારી વઘે તે હેતુસર અનેક કાર્યક્રમો તથા નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે

જે અંતર્ગત વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. જિલ્લાની ઉદ્યોગ કચેરી, શ્રમ આયુક્ત કચેરી, જીએસટી વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહીત વિવિધ વિભાગો દ્વારા મતદાનના દિવસે કામદાર વર્ગને મતદાન માટે રજા સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ ક્ષેત્રના વેપારીઓ ઉદ્યોગકારો અને સંસ્થાઓની મહત્તમ મતદાન માટે મતદાન જાગૃતિ માટે યોગદાન આપે તે માટે સૂચનો મેળવી પરિણામલક્ષી કામગીરી માટે જણાવવામાં આવ્યું.

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં તમામ સંસ્થાઓની સહભાગીતા આવશ્યક છે જે અનુસાર જુદા જુદા વ્યવસાયકારોને તેમની વ્યવસાયના સ્થળે સેલ્ફી પોઇન્ટ, બેનર, સ્ટીકર તથા સ્ટેમ્પીંગ સ્લોગન લગાવવા તથા ૫ત્રિકાઓ પ્રદર્શિત કરવા અને મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડીસ્કાઉન્ટ તેમજ તેમનુ સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજીત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત, જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા , જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

 

Related posts

Leave a Comment