હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર શહેરમાં સ્થિત શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નશાકારક પર્દાર્થો અને માદક દ્રવ્યોના ઉપયોગને અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની બાળ કલ્યાણ સંસ્થા, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓના અધિક્ષકઓ, શૈક્ષણિક સંસ્થાના આચાર્યઓ, શિક્ષકો તથા વિવિધ કચેરીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા કાનૂની સેવા સતામંડળ- જામનગરના સેક્રેટરી જે.પી.પરમાર અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ- જામનગરના પ્રમુખ એમ.આર.પટેલના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહમોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયા બાદ આણંદાબાવા સેવા સંસ્થાની દીકરીઓ દ્રારા નશામુક્તિ વિષય આધારિત સુંદર નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પંચાયતના એન્ટી ટોબેકો સેલમાંથી નાઝીયાબેન અને એડિક્શન ટ્રીટમેન્ટ સેન્ટરમાંથી (A.T.F.) ડૉ.બલભદ્રસિંહ જાડેજાએ નશામુક્તિ અને માદક દ્રવ્યોના દુરુપયોગને અટકાવવા વિષે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ નશામુક્તિ અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ.પી.વી.શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, જિલ્લા I.E.D કો-ઓર્ડીનેટર, S.S.A. કાર્યરત I.E.D વિભાગ ના I.E.D./I.E.D.S.S. ના તમામ સ્પેશિયલ એજ્યુકેટરઓ, વિશિષ્ટ શિક્ષકો, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીના તમામ કર્મચારીગણ અને 100 જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.