જામનગર
૮મી ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના-આઈએનએસ વાલસુરા દ્રારા જામનગર શહેરમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતુ. આ હાફમેરેથોન ઇવેન્ટમાં ભારત સરકારની “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા જનસમુહમાં “બેટી બચાવો બેટી પઢાવો” અંગે જાગૃતિ અને સમાજમાં રહેલ દિકરા માટેની ઘેલછા અને દિકરીઓની અવગણા અંગેની માનસિકતા બદલવા પહેલ કરવામાં આવી હતી.
આજે દેશમાં બાળકીઓના ઘટી રહેલ જન્મદર પ્રમાણને સંતુલીત કરવા અને બાળકીઓના જન્મને પ્રોત્સાહિત કરી સંતુલિત સમાજની રચના કરવા અને દિકરીઓને ભણાવી ઉજ્જવળ સમાજ માટે ભારત સરકારની “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
આ યોજનાનાં ઉદેશોને પૂર્ણ કરવા માટે, જામનગર શહેરમાં ભારતીય નૌસેના નેવી-વાલસુરા દ્રારા યોજાયેલ હાફ મેરેથોનમાં “બેટી બચાવો બેટી પઢાવો”ના ધ્યેયને પરીપુર્ણ કરવા માટે મેરેથોનમાં ભાગ લેનાર ભારતીય નૌસેના, ભારતીય થલ સેના, ભારતીય વાયુ સેનાના જવાનો, જિલ્લા વહિવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, સરકારી કચેરીઓ, ન્યારા એનર્જી લિમિટેડ વગેરેનો સ્ટાફ, શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ અને જામનગરના નગરજનોને “બેટી બચાવો બેટી પઢાવો”ના સ્ટિકર લગાવી, સુત્રોચ્ચાર કરી, બેનર પ્રદર્શનનાં માધ્યમથી જિલ્લા વહિવટી તંત્ર, મહિલા અને બાળ અધિકારીની કચેરી અને “બેટી બચાવો બેટી પઢાવો” સેલ-જામનગર દ્રારા જાગૃત્તા લાવવા માટે પ્રયત્નો કરવામાં આવેલ હતા.
હાફ મેરેથોનમાં આશરે ૩૦૦૦થી વધુ લોકો દ્રારા ભાગ લેવામાં આવેલ હતો અને આ કાર્યક્રમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય નૌસેના-આઈએનએસ વાલસુરાનાં કમાન્ડિગ ઓફિસરશ્રી સી.રઘુરામ, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, મહિલા અને બાળ અધિકારીશ્રી સી.ડી. ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હંસા ટાઢાણી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, “સખી-વન સ્ટોપ સેન્ટર”, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, જિલ્લા પંચાયતનાં આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. જિલ્લા અને મહાનગરપાલિકા વગેરેનો સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી “બેટી બચાવો બેટી પઢાવો”ના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે હાફ મેરેથોનના કાર્યક્રમમાં જોડાયા હતા.