આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીના પેટમાંથી 10કિલોની ગાંઠનું સફળતા પુર્વક ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું

હિન્દ ન્યુઝ, જસદણ

          કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 26 વર્ષની યુવતીને છેલ્લા 6 મહિનાથી પેટમાં ગાંઠ હોવાના લીધે પીડાહતી. પરંતુ ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવી બાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા સલાહ આપેલી. ત્યાર બાદ દર્દી આ હોસ્પિટલ સારવાર માટે આવેલ. જરૂરિયાતના રિપોર્ટ બાદ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના MS સર્જન ડોક્ટર જેમીન ક્લોલા તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો. જયદીપ સંઘાણી તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર એવી ઉર્જા સંગ્રહ ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ યુવતીનું ઓપશન અતિ આધુનિક સાધનો ની મદદથી સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. દર્દીનું ઓપરેશન કરી આશરે 10 કિલોની ગાંઠ કાઢવામાં આવેલ. દર્દીએ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment