ગીર સોમનાથ પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને “ ઇ-કેવાયસી” કરવા અંગે જોગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિસ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. નહી કરાવ્યું હોય તેમને હવે પછીથી સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી.

જિલ્લામાં ૩૬,૭૭૪ ખેડૂતોને ઇ-કે.વાય.સી. કરવાનું બાકી છે,આથી તેઓને આગામી ૧૩ મો હપ્તો નહિ મળી શકે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરવાનું બાકી હોઈ તેઓએ તાત્કાલિક ધોરણે તા.૩૧/૧૨/૨૦૨૨ પહેલા પોતાના ગામના વિ.સી.ઇ. /નજીકના સી.એસ.સી. સેન્ટર ખાતે જઈને ફિંગર પ્રિન્ટ દ્વારા ઇ-કે.વાય.સી. કરાવી શકશે.તે માટે રૂ.૧૫ ની ફી લાભાર્થીએ ચુકવવાની રહશે. આ ઉપરાંત લાભાર્થી પોતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને મોબાઈલ ફોન દ્વારા ઓ.ટી.પી. બેઇઝ્ડ ઈ-કે.વાય.સી. પણ કરી શકશે. લાભાર્થી આધાર સીડેડ અને ઈ-કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરવામાં આવશે અને અજાણ્યા વ્યક્તિ દ્વારા પી.એમ.કિસાન યોજનાનું નામ લઇને ફોન પર ઓ.ટી.પી. માંગવામાં આવે તો ઓ.ટી.પી. આપવો નહિ. આ અંગે વધુ માહિતી મેળવવા માટે આપના ગામના ગ્રામસેવક/નજીકની ખેતીવાડી શાખા/તાલુકા પંચાયતનો સંપર્ક સાધવા તેમજ ગીર-સોમનાથના તમામ ખેડૂત મીત્રોએ પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના અન્વયે ૧૩મા હપ્તતાનો લાભ મેળવવા તા.૩૧ ડિસેમ્બર પહેલા ઇ-કેવાયસી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment