ગીર સોમનાથ જિલ્લાના ૯૭૩૪ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ વિવિધ સુવિધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧ ડિસેમ્બરના રોજ ૧૦૭૭ મતદાન મથકો પર મતદાન થશે જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાના ૯૭૩૪ દિવ્યાંગ મતદારો માટે પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અલાયદી તૈયારીઓ સંપૂર્ણ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાની ૪ વિધાનસભા બેઠક દીઠ કાજલીરમરેચીદેવડી અને ઉના એમ એક-એક મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્રારા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગ (PWD) મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર તેમજ સહાયકની વ્યવસ્થા કરાશે.

ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા સીટ પર દિવ્યાંગ મતદારો પણ મુક્તન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દ્રારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા માટે, મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા,વ્હીલ ચેર માટે અને મતદાન મથક માટે PwD મોબાઈલ એપની પણ મદદ લઈ શકે છે.

શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની દિવ્યાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે સંવાદ કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સાઈન લેગ્વેજના જાણકાર વિશિષ્ટ શિક્ષકોની પણ સહાયક તરીકે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં નિમણૂક કરવામાં આવી છે. ઉપરોકત બાબતે વધુ માહિતી મેળવવા માટે PwD નોડલ ઓફીસર સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના ટેલીફોન નં.૦૨૮૭૬-૨૮૫૭૧૨ પર સંપર્ક કરવા વિનંતી.

Related posts

Leave a Comment