ચૂંટણીલક્ષી રજૂઆતો માટે કરી શકાશે અધિકારીઓનો સંપર્ક, નંબર જાહેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગુજરાતના આંગણે વિધાનસભાનું મહાપર્વ આવી પહોંચ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કામગીરી ઉ૫ર દેખરેખ માટે ગીર સોમનાથમાં જનરલ ઓબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવેલી છે. જે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ અને ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ માટે  આશિષ જોશી (IAS) (૯૩૧૬૧૧૪૧૩૩) તથા ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે  જીતેન્દ્ર ગુપ્તા (IAS) (મો.૬૩૫૪૫૬૨૦૪૯) ની નિમણૂક કરવામાં આવી છે.

જાહેરજનતાને ચૂંટણીલક્ષી કોઇ રજૂઆત હોય તો તા.૧૫/૧૧/૨૦૨૨ થી  આશિષ જોશીને ચૂંટણી અધિકારી, ૯૦-સોમનાથ અને પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ સ્થળે બપોરે ૩.૦૦થી ૪.૦૦ દરમિયાન અને  જીતેન્દ્ર ગુપ્તાને સરકારી વિશ્રામ ગૃહ, બાયપાસ રોડ કોડીનાર સ્થળે બપોરે ૧૨.૦૦થી ૨.૦૦ દરમિયાન મળી શકે છે. રૂબરૂ મળવા માટે લાયઝન અધિકારી અનુક્રમે જી.પી.ચાવડા (મો- ૯૮૨૪૦૭૭૧૩૬) તેમજ  ચેતન લાડુમોર (૯૦૯૯૬૪૮૦૯૪)નો સંપર્ક કરી અગાઉથી સમય મેળવી લેવાનો રહેશે એવું જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment