રાધનપુર નગર પાલિકામાં કાયમી ચીફ ઓફિસર મળતા રાહત

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા મા કાયમી ચીફ ઓફિસર ની બદલી થયા બાદ અલગ અલગ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને ચાર્જ મળતા નગર પાલિકા નો વહીવટ ઓરંભે ચડ્યો હતો. લાંબા સમય બાદ રેગ્યુલર ચીફ ઓફિસર હાજર થતાં પાલિકાના કર્મચારીઓ અને સતાધિશો એ રાહત અનુભવી હતી. રાધનપુર નગર પાલિકામાં છેલ્લા સાતેક માસથી ચીફ ઓફિસર ની જગ્યા ખાલી હતી. અને અલગ અલગ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને રાધનપુર નગર પાલિકાનો ચાર્જ આપવામાં આવતા પાલિકા ના વહીવટ મા ખુબ અડચણો ઉભી થવા પામી હતી. જેમાં કર્મચારીઓ ના પગાર બિલ કે અન્ય વહીવટ બાબતો માટે પાલિકા ના કર્મચારી ને દફતર ઉપાડી ચાર્જ સાંભળતા ચીફ ઓફિસર ની કચેરી એ રૂબરૂ જવું પડતું હતું. જેણે કારણે પાલિકાની મહત્વની કામગીરી અટકી જવા પામી હતી. આ બાબતે નગર પાલિકા ના સતાધિશો દ્વારા ખાલી પડેલ ચીફ ઓફિસર ની જગયા ભરવા રાજ્ય સરકાર મા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સાતેક માસ સુધી ચીફ ઓફિસર ની જગ્યા ભરવામાં આવી ના હતી.તાજેતર મા સિદ્ધપુર નગર પાલિકા મા ફરજ બજાવતા સંજયભાઇ પટેલ ની રાધનપુર નગર પાલિકા ખાતે બદલી થતાં ગુરુવાર ના સવારે રાધનપુર નગર પાલિકા કચેરી ખાતે હાજર થયાં હતા.નવા ચીફ ઓફિસર કચેરી મા હાજર થયાના સમાચાર બાદ કચેરીના કર્મચારી અને પાલિકાના સદસ્યો પાલિકા કચેરી ખાતે આવ્યા હતા. અને ચીફ ઓફિસર સાથે ઓપચારિક મુલાકાત કરી હતી. નગર પાલિકામાં મા નવીન આવેલા ચીફ ઓફિસર દ્વારા નગર મા પાણી, સફાઈ, રસ્તા ના પ્રશ્નો ને નક્કર પ્રયાસો હાથ ધરી નગરજનો ને સમસ્યા માંથી છુટકારો અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment