હિન્દ ન્યૂઝ, જામનગર
શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા તેમજ જન સેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામનગરના સ્વ. એચ.આર.મેડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદ સભ્ય પૂનમબેન માડમના નેજા હેઠળ સેવા કાર્યની સતત સરવાણી વહે છે સાથે સમાન અને આરાધનાનો સમન્વય પણ કરવામાં આવે છે અને દરેક સુધી સેવા પહોંચ્યા તે માટે દરેક મંથકના આગેવાનો હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સેવા સંસ્થાઓ ગ્રામજનો, નગરજનો સહિત સૌ ઉત્સાહપૂર્વક જિલ્લાના પ્રજાજનો સુધી જન-જન સુધી સેવા અને સન્માન પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે અને ટ્રસ્ટની આ સદભાવનાનો વ્યાપ વધારતા જ રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે વિવિધ ગરબીઓની બાળાઓને ભક્તિભાવ પૂર્વક લ્હાણી વિતરણથી સંસદ સભ્ય પૂનમબેન ના નેજા હેઠળ એક પ્રકારના ભાવપૂર્ણ આરાધના યજ્ઞ સમાન કાર્ય સાકાર થયું હતું અને બાળાઓ તેમજ ગરબીઓની બાળાઓને ભક્તિભાવ પૂર્વક કહાની વિતરણથી સંસદ સભ્ય પૂનમબેનના નેજા હેઠળ એક પ્રકારના ભાવપૂર્ણ આરાધના યજ્ઞ સમાન કાર્ય સાકાર થયું હતું અને બાળાઓ તેમજ ગરબીના આયોજકોએ આ સદકાર્યને શક્તિની ભક્તિ સમાન નો ધર્મ કાર્ય ગણાવ્યું હતું.
દર વર્ષની જેમ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તેમાં જગદંબા સ્વરૂપ નાની બાળાઓ જે ગામ નગર શહેરની ગલી, મોહલ્લા તથા સંસ્થાઓની ગરબી રમતી હોય તે બાળાઓને પ્રોત્સાહિત કરવા અને ભક્તિમય વાતાવરણને આદર આપવા માટે સ્વ. એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની આશરે ત્રણ હજાર થી વધુ ગરબીઓમાં એક લાખ પાંત્રીસ હજાર થી વધુ બાળાઓને લ્હાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
શક્તિ આરાધના માટે જ્યારે નવદુર્ગા સમાન બાળાઓ ગરબે ઘૂમી હોય છે તેમને લ્હાણી વિતરણ એ નારી શક્તિનું સન્માન છે તેવા પ્રેરક બળ સાથે સંસદ સભ્ય પૂનમબેન માડમ એ શક્તિ સ્વરૂપમાં બાળાઓનો ભાવસભર સન્માન કર્યું હતું. આ રીતે લ્હાણી વિતરણ ખરા અર્થમાં પ્રસાદ સમાન વિતરણ સમગ્ર સંસદીય વિસ્તારમાં કર્યું જેમાં સૌ ભાવપૂર્વક જોડાયા હતા અને આ ભવ્ય સેવા સન્માન યજ્ઞને સફળ બનાવ્યો હતો. સાથે સુદ્રઢ આયોજન થી સમગ્ર સંસ્કૃતિ ઉજાગર નો પ્રકલ્પ દીપી ઉઠ્યાના પ્રતિભાવો છેવાડાના ગામ, છેવાડાના વિસ્તારમાંથી મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના તમામ ગામો, નગરોના તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સંચાલકો અને વોર્ડ પ્રમુખ, નગર સેવક, આગેવાનો, સેવાભાવીઓ ભાઈઓ, બહેનો યુવાનો, વડીલો સૌ દ્વારા લ્હાણી વિતરણના સમગ્ર આયોજન માટે પ્રશંસનીય જેહમત ઉઠાવવામાં આવી હતી અને લ્હાણીનું વિતરણ સુવ્યવસ્થિત કરવામાં આવેલ તે અંગે સંસદ સભ્ય પૂનમબેન એ સૌની સમર્પિત સેવાઓને બિરદાવી હતી અને સૌ નો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો.