હિન્દ ન્યુઝ, રાધનપુર
સમગ્ર ભારત ભરમા હિન્દુ સભાઓમાં ગર્જના કરી ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું.
પાટણ જિલ્લાના મુજપુર લોટેશ્વર શિવાનંદજી મહારાજ 101 વર્ષ ની ઉંમરે શિવ ચરણ થતાં સમગ્ર હિન્દૂ સમાજને મોટી ખોટ પડી છે. વિશ્વ હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય સંત માર્ગદર્શક મંડળ સદસ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાગપુર શાખાના સ્વયંસેવક અને આઝાદ હિંદ ફૌજના સૈનિક અને તેજાબી વકતા એવા પરમ પૂજ્ય સંત શિવાનંદજી મહારાજ જેવો 101 વર્ષ પૂર્ણ કરી દેવલોક પામ્યા છે. તેઓ ખૂબ જ નિષ્ઠાવાન અને વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ જ ઉપયોગી રહી સમગ્ર ભારત ભરમા હિન્દુ સભાઓમાં ગર્જના કરી ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું તેમજ હિન્દુત્વના નામે પ્રચાર કરી હિંદુ સમાજને જાગૃત કરવામાં મહત્વનો ફાળો આપેલ છે. સમી લોટેશ્વર મહાદેવજી મંદિર ટ્રષ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપી મંદિરને નવીન બનાવવા અમૂલ્ય ફાળો આપ્યો હતો એવા સંત પરમ પૂજ્ય શિવાનંદજી બાપુ બ્રહ્મલિન થયા છે.આજરોજ સમગ્ર હિન્દૂ સમાજ ના આજુબાજુ તેમજ ગુજરાત ભરના લોકો બ્રહ્મલીન સંત શિવાનંદ બાપુને તેમના આશ્રમ સુંદરગઢ ખાતે અંતિમવિધિ કરી સમાધિ આપવામાં આવી હતી.પાટણ જિલ્લો તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત ઘેરા શોકની લાગણી અનુભવે છે. વિશ્વ હિન્દૂ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ નાગપુર શાખા ના સ્વયંમ સેવક શિવાનંદજી મહારાજ લોટેશ્વર મુજપુર 101 વર્ષ ની ઉંમરે શિવ ચરણ થતાં સમગ્ર હિન્દૂ સમાજને મોટી ખોટ પડી છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર