ધ્રાંગધ્રા મા ચારરૂટની ચાર ટ્રેનોને સ્ટોપેજ આપવા દિલ્લી થી કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર મુજપરા દ્રારા ઈ લોકાર્પણ તથા સ્થાનિક લેવલે થી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તાર ના લોકોની લાબા સમયથી મા ધ્રાંગધ્રા વિસ્તાર માથી પસાર થતી લાબા રૂટની ટ્રેનો સ્ટોપેજ આપવાની માગ હતી ત્યારે ધ્યાન મા લઈને ચાર ટ્રેનોને ધ્રાંગધ્રા મા સ્ટોપેજ આપવામાં આવતા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી ધ્રાંગધ્રા માથી કચ્છ થી નીકળતા લાબા રૂટની ટેનો ને, સ્ટોપેજ આપવા માટે ગાંધીધામ માતા વૈષ્ણોદેવી. ગાંધીધામ ગાંધીધામ નાગરકોઈલ -ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેન ને સ્ટોપેજ આપવા માટે વિસ્તાર ના આગેવાનો અને આમીઁ દ્વારા રેલ્વે મંત્રી અને રેલ્વે ના ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરવામાં આવી હતી બીજા રાજયમા રેહતા આમીઁ ના જવાનો અને પરીવાર જનોને અને ધ્રાંગધ્રા રેહતા લોકોને વેપાર ધંધા માટે અને દશઁન કરવા માટે ટ્રેન મા આવવા જવા સુરેન્દ્રનગર અને અમદાવાદ જવુ પડે તેથી ધ્રાંગધ્રા સ્ટોપેજ આપવા માટે માગં કરી હતી ત્યારે રજુઆત ને ધ્યાનમાં લઈને રેલ્વે મંત્રાલય દ્વારા ચારેય આવતી અને જતા બન્ને વખતે ધ્રાંગધ્રા મા સ્ટોપેજ આપવા ની મંજુરી આપવામાં આવતા ધ્રાંગધ્રા લોકો અને આમીઁ લોકો ને સુવીધા મા વધારો થતા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી જેનું આજરોજ ધાંગધ્રા રેલ્વે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર મુજપરા દ્રારા ઈ લોકાર્પણ થી લીલી ઝંડી આપી ટ્રેનના સ્ટોપેજનુ મુર્હૂત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ધ્રાગધા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, કારોબારી ચેરમેન, ગાયત્રીબા રાણા, સંગઠન પ્રમુખ, કિરીટસિંહ જાડેજા, ભાજપાના હોદ્દેદારો, અધીકારી ગણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment