વેસ્ટ ઝોનના હોકર્સ ઝોનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા અંગે ડ્રાઈવ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા અંગે લોકોને પ્રશિક્ષિત કરાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે હેતુથી વેસ્ટ ઝોનના જુદાજુદા વોર્ડમાં આવેલ હોકર્સ ઝોનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક (પ્રતિબંધિત પ્લાસ્ટિક) જપ્ત કરવા અંગેની ડ્રાઈવ યોજવામાં આવેલ. જે અંતર્ગત લક્ષ્મીનગર હોકર્સ ઝોન , શિવમ પાર્ક માર્કેટ , તીરુપતીનગર માર્કેટ, મવડી મે. રોડ માર્કેટ, સોરઠીયા પાર્ક હોકર્સ ઝોનમાં ડ્રાઈવ યોજવામાં આવેલ. આ ડ્રાઈવમાં નાયબ પર્યાવરણ ઈજનેર તુવારની આગેવાની હેઠળ વોર્ડના એસ.આઈ. વાઘેલા, લખતરીયા, ચૌહાણ તેમજ ચાવડાભાઈ, બાલાભાઈ, ઉદયભાઈ વિગેરેએ કાર્યવાહી કરી ૪.૫ કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.

જ્યારે સેન્ટ્રલ ઝોનના હેરીટેજ સ્થળ એવા કબા ગાંધીનો ડેલા વિસ્તાર તેમજ માર્કેટ વિસ્તાર એવા ધર્મેન્દ્ર રોડ માર્કેટ, લાખાજીરાજ રોડ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારવા અંગેની સમજણ આપવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં નાયબ પર્યાવરણ ઈજનેર જીન્જાલાની આગેવાની હેઠળ મદદનીશ પર્યાવરણ ઈજનેર વકાણી, સેનિટેશન ઓફિસર ગોંડલીયા, જાખણીયા તેમજ વોર્ડના એસ.આઈ.ઓ ઉપસ્થિત રહેલ જેમાં બહોળી સંખ્યામાં માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફાઈ બનાવેલ.

Related posts

Leave a Comment