ગુજરાત રાજ્ય ના દરિયાઈ હદ માં મહારાષ્ટ્ર ની બોટો ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતી હોય તે બાબત

હિન્દ ન્યુઝ, વેરાવળ

૨૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સોશિયલ મીડિયામાં ફોટા અને વિડિઓ દ્વારા જાણવામાં આવેલ કે અમુક મહારાષ્ટ્ર રાજ્ય ની બોટો ગેરકાયદેસર રીતના ‘લાઇન ફિશિંગ’ (Bull Trawling) કરી રહ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ મહારાષ્ટ્રની બોટો ને ઝડપી લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું, તે બોટો ગુજરાત રાજ્ય ના દરિયાઈ વિસ્તાર માં પકડાઈ હોવા છતાં તે બોટો ને દિવ લઈ જાવામાં આવી હતી અને એમના પર કોઈ કાર્યવાહી થઈ કે નહીં એની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી હતી ન હતી. આ ઘટના ના 3 જ દિવસ પછી, એટલે કે ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સુત્રાપાડા/કોડીનારના દરિયાઈ વિસ્તાર મા ફરીથી મહારાષ્ટ્ર ની બોટો ગેરકાયદેસર લાઇન ફિશિંગ કરતા હોય જેને ગુજરાત રાજ્ય ના સજાગ માછીમારે એમના મોબાઈલ માં વિડિઓ ઉતારી લીધો હતો. આ લાઇન ફિશિંગ ના વિડિઓ ની જાણ સોમનાથ વિધાનસભા ના સોશિયલ મીડિયા ના પ્રમુખ ચંદ્રકાન્ત માલમડી અને વેરાવળ શહેર ના ઉપપ્રમુખ દીપકભાઈ ખોરાબા થતા તેમણે ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના હોદ્દેદારો સાથે આ મુદ્દે ચર્ચા કરી આ વીડિયો ને ટ્વિટર પર ૨૬ ઓક્ટોબર ના રોજ @Indiancoastguard @Indiannavy @Rahulgandhi @PmoIndia અને @CmoGuj ને ટેગ કરી વિડિઓ મુકેલ હતો અને ૨૭ ઓક્ટોબર ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા લાઇન ફિશિંગ કરતી મહારાષ્ટ્ર ની બોટો ને ઝડપી ને વેરાવળ બંદરમાં લાવેલ હતી. ગુજરાત નો મત્સ્યઉદ્યોગ ગત ૨ વર્ષ થી કોરોના અને તૌકતે વાવાજોડા જેવી કુદરતી આફતો સામે જજુમતો રહ્યો છે, એમા અત્યારે ડીઝલ અને પીલાણીઓમાં વપરાતા કેરોસીન/પેટ્રોલ ના ભાવ આસમાને થતા અને માછીમારો એ પોતાના દાગીના, બેન્ક લોન લઇ ને ફિશિંગ બોટ/પીલાણીઓ ચાલુ કરી મોટું આર્થિક જોખમ લીધેલ છે. તેમાં આવી પરપ્રાંતી ફિશિંગ બોટો જે લાઇન ફિશિંગ જેવા વિનાશકરી પધટ્ટી નો ઉપયોગ ઘણા સમય થી કરતા નાની પીલાણીઓ અને બોટો ના હક, રોજગાર ને છીનવી રહ્યા છે. એટલે ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ અને ૨૬ ઓક્ટોબર ૨૦૨૧ તારીખે જે લાઇન ફિશિંગ કરતી બોટો કોસ્ટગાર્ડ દ્વારા ઝાડપવામાં આવેલ છે તેમના વિરુદ્ધ ગુજરાત ફિશરીશ અમેનડમેન્ટ બિલ ૨૦૨૦ ની જોગવાઈ પ્રમાણે કડક માં કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે એવી S.D.M સમક્ષ રજુઆત કરી ઘટતું કરવા અભય હીરાભાઈ જોટવા ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ, દેવેન્દ્રભાઈ મોતીવરસ પ્રમુખ, કોંગ્રેસ વેરાવળ શહેર – અશ્વિનભાઈ સૂયાણી – પ્રમુખ, કોંગ્રેસ ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ લલિતભાઈ ફોફંડી – સેક્રેટરી, ઓલ ઇન્ડિયા ફિશરમેન કોંગ્રેસ, દીપકભાઈ ખોરાબા – ઉપ. પ્રમુખ, વેરાવળ શહેર કોંગ્રેસ ચંદ્રકાન્ત માલમડી – પ્રમુખ, સોમનાથ વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલ નાં ઓ દ્વારા નમ્ર અરજ કરવામાં આવી.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment