વિપક્ષે સૂચવેલા વિષયોનો સમગ્ર સભામાં સમાવેશ ન થતા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરાઈ હતી

પ્રાદેશિક કમિશનર દ્વારા ડભોઇ નગરપાલિકા પ્રમુખને ૫૧(૩)નો ભંગ કરવા બદલ નોટિસ ફટકારાતા હડકંપ

હિન્દ ન્યુઝ, ડભોઈ

           ડભોઇ નગરપાલિકાની તા.૩-૭-૨૧ ના રોજ યોજાયેલ ખાસ સમગ્ર સભામાં વિપક્ષના આગેવાન સહિતના સભ્યોએ બે વિષયોનો સમાવેશ કરવા તત્કાલીન પ્રમુખને રજૂઆતો કરી હતી પરંતુ આ બંને વિષયોનો સમગ્ર સભાના એજન્ડામાં સમાવેશ ન કરાતા સમગ્ર સભામાં આ બંને વિષયોની ચર્ચા થવા પામી ન હતી, જેના પરિણામે વિપક્ષના આગેવાન સુભાષભાઈ ભોજવાણી સહિતના સભ્યોએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને આ બાબતે લેખિતમાં રજૂઆતો કરી હતી, જે રજૂઆતો પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી વડોદરાએ ગ્રાહ્ય રાખી ડભોઇ નગરપાલિકાના પ્રમુખને નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૫૧ (૩)નો ભંગ કર્યો હોવાનું કર્યો હોવાનું ઠરાવી નોટિસ આપી છે અને ભવિષ્યમાં આવું કૃત્ય કે બનાવ ન બને તે માટે ચેતવણી પણ આ નોટિસમાં ઉચ્ચારવામાં આવી છે.

               પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા તારીખ ૧૪/૧૦/૨૦૨૧ના રોજના પત્રથી આ નોટીસ આપી ચેતવણી આપવામાં આવી છે. વિપક્ષના અગ્રણી સુભાષભાઈ ભોજવાણી સહિતના કુલ બાર સભ્યોએ અધિનિયમ ૧૯૬૩ની કલમ ૫૧(૨),(૩), અને કલમ ૨૫૮ હેઠળ તારીખ ૦૩/૦૭/૨૦૨૧ના રોજ યોજાનારી સમગ્ર સભામાં બે વિષયો જેવા કે (૧). ડભોઇ નગરપાલિકાના એન્જિનિયર ઓને અપાતી ચેમ્બરો માં એ.સી /કવાટૅસ / વિગેરેની વિવિધ સુવિધાઓ અંગે ચર્ચા કરવા બાબત (૨). ડભોઇ નગરપાલિકામાં વિવિધ યોજનાઓ હેઠળ ચાલતા બાંધકામ શાખા દ્વારા કામો અંગેના મટીરીયલસ, તેમજ વપરાતી વિવિધ સ્ટીલનું ગુણવત્તા અંગેનું ટેસ્ટિંગ કરવા જેવા વિષયોનો સમાવેશ કરવા પ્રમુખને રજૂઆતો કરેલ હતી. પરંતુ આ બંને વિષયોનો સમગ્ર સભાના એજન્ડામાં સમાવેશ કરાયો હતો અને આ બંને વિષયો અંગે સમગ્ર સભામાં ચર્ચા થઈ ન હતી જેના પરિણામે વિપક્ષના આગેવાન સહિતના સભ્યોએ સદર સમગ્ર સભા રદ કરવા બાબતે પ્રાદેશિક કમિશનરની વડોદરા ખાતેની કચેરીમાં લેખિતમાં રજૂઆતો કરેલ હતી જેથી પ્રાદેશિક કમિશનરશ્રીએ આ રજૂઆતો ગ્રાહ્ય રાખી હતી અને ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી દ્વારા કલમ ૫૧(૩)નો ભંગ થયો હોવાનું ઠરાવ્યું હતું અને આ સાથે આ પત્ર દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે જો ભવિષ્યમાં આવો કોઈ બનાવ કે કૃત્યા તેઓ દ્વારા કરવામાં આવશે તો તેઓની સામે અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭ હેઠળ પગલાં ભરવામાં આવશે તેમ જણાવવામાં આવેલ છે.

                 આમ આ સમગ્ર ઘટનામાં ડભોઈ નગર પાલિકાના હાલના સત્તાધીશોની વહિવટી અણઆવડત જગજાહેર થઈ જતાં ડભોઇ નગરપાલિકાના વહીવટદારોમાં હડકંપ મચી જવા પામેલ છે અને નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે ડભોઈ નગર પાલિકાના હાલના વૈભવી એન્જિનિયરને બચાવવાના પ્રયાસોમાં ખુદ પ્રમુખ ફસાઈ જવા પામેલ છે. આ સમગ્ર ઘટનામાં હાલના સત્તાધીશો કરતાં વિપક્ષના આગેવાનો હાવી થઈ રહ્યા હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઈ

Related posts

Leave a Comment