દિવાળીના તહેવાર નિમિતે ટ્રાફીક નિયમન અંગેનુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી દિવસોમાં દિવાળી/નુતનવર્ષનાં તહેવાર આવતાં હોય જેથી ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ધસારો થવાની સંભાવના હોય, જેના અનુસંધાને ટ્રાફીકનું નિયમન કરવાની જરૂર જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલ દ્વારા ભાવનગર શહેરમાનાં જે.કે.રેસ્ટોરન્ટથી એમ.જી.રોડ તરફ આવતો રસ્તો, હેવમોર ચોકથી એન.જી.રોડ તરફ આવતો રસ્તો, નારેશ્વર મંદિર- આંબાચોકથી એમ.જી.રોડ તરફ આવતો રસ્તાઓ આ રૂટ પર સાયકલ સહિત ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રસ્તાઓને તા.૨૮/૧૦/૨૦૨૧ થી તા.૦૫/૧૧/૨૦૨૧ નાં કલાક ૧૪-૦૦ થી ૨૪-૦૦ કલાક દરમ્યાન તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન શેલારશા થી સ્ટેશન રોડ અને મોતીબાગ ટાઉનહોલ થી નવાપરા ચોક થી હલુરીયા ચોક થી દિવાનપરા રોડ વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) મુજબ સજાને પાત્ર થશે. મહેસુલ, પંચાયત, હોસ્પિટલ, વીજળી, ફાયરબ્રિગેડ, પોસ્ટલ વાહનો, ડેરી વાહનો, પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મિડીયા વગેરે જેવી આવશ્યક સેવાઓને, સંબંધીત સ્ટાફને આ જહેરનામું લાગુ પડશે નહી.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment