વેરાવળ એમ.ટી ગ્રાઉન્ડ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો ગ્રીનિંગ ઓફ ધ ગીર-સોમનાથ પોલીસ સ્ટેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

વેરાવળ પોલીસ એમ.ટી ગ્રાઉન્ડ ખાતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશે જાટના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રીનિંગ ઓફ ધ ગીર સોમનાથ પોલીસ સ્ટેશન પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ તકે નાયબ પોલીસ અધિક્ષકએ સિન્ગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણને નુકસાનકર્તા છે તે અંગે સમજણ આપી ઉપસ્થિતોને સિન્ગલ યુઝ પ્લાસ્ટીકની પર્યાવરણ પર હાનિકારક અસર વિશે માહિતગાર કર્યા હતા. વેરાવળ-પાટણ સંયુક્ત નગરગરપાલિકાના પ્રમુખ પીયુષભાઇ ફોફંડીએ પ્રાસંગીક ઉદબોધન કરી જણાવ્યું હતું કે, વૃક્ષોએ આવનાર પેઢીના તંદુરસ્ત જીવન માટે આશીર્વાદરૂપ છે.

આ તકે સોમનાથ સુરક્ષા ડી.વાય.એસ.પી વી.એમ.ઉપાધ્યાય, એસ.સી.એસ.ટી. સેલ ડી.વાય.એસ.પી જી.બી.બામણિયા, કર્નલ અજય મલીક, ચીફ ઓફિસર જતીન મેહતા, મામલતદાર ચાંડેગરા, આર.એફ.ઓ. રસીલાબેન વાઢેર સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment