ભાવનગર જિલ્લાની તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોને ૩ વર્ષ કરતા વધારે સમયનું ઓડીટ બાકી હોય તેવી તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોએ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) નો સંપર્ક કરવાનો રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી ભાવનગર જિલ્લાની તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોને જણાવવામાં આવે છે કે, ગુહ સહકારી મંડળીઓના (હાઉસીગ સોસાયટીના) ત્રણ (૩) વર્ષ કરતા વધારે સમયથી ઓડીટ બાકી છે તેવી તમામ હાઉસીગ સહકારી મંડળીઓનું ઓડીટ હાથ ધરવા અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેથી જિલ્લાની તમામ હાઉસીગ (ગૃહ) મંડળીઓનું ત્રણ (૩) વર્ષ કરતા વધારે સમયનું ઓડીટ બાકી હોય તેવી તમામ હાઉસીંગ (ગૃહ) મંડળીઓના કાર્યવાહકોએ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) સહકારી મંડળીઓ, એસ/૧૦ થી ૩૧, બહુમાળી ભવન, ભાવનગરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અન્યથા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ – ૧૯૬૧ ની લાગુ પડતી કલમ અન્વયેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment