કાલાવડનાં સ્કૂલ સંચાલકોએ સરકારશ્રીના નિયમોનાં સરેઆમ ઉડાડ્યા ધજાગરા

હિન્દ ન્યુઝ, કાલાવડ

       જામનગર જિલ્લાના કાલાવડ ખાતે ખાનગી સ્કૂલમાં સરકારશ્રીના નિયમોની એસી તેસી કરી કોઈ પણ ડર રાખ્યા વગર સરકારશ્રીના આદેશને પણ પડકારતા હોય એમ કાલાવડની સ્કૂલમાં ધોરણ : 1 થી 5 નું શિક્ષણ ચાલુ હોવાનું ‘હિન્દ ન્યુઝ’ ને જાણ થતા આજરોજ ‘હિન્દ ન્યુઝ’ દ્વારા કાલાવડની મુખ્ય શાળાઓમાં રિયાલિટી તપાસ (સ્ટિંગ ઓપરેશન) કરતા સ્કૂલ સંચાલકો દ્વારા સરકારશ્રીની મનાઈ બાદ પણ ધોરણ : 1 થી 5 ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા.

      કાલાવડમાં ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ : 1 થી 5 ના વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીનાં પગલે સ્કૂલોમાં ભણાવવાની સરકારશ્રી તરફથી મનાઈ હોય તેમ છતાં પણ પૈસા કમાવવાની લ્હાયમાં કાલાવડના સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલોમાં ધોરણ : 1 થી 5 ના વર્ગો ચાલુ રાખી નાના બાળકોને કોરોનાનાં ભરડામાં હોમવા જેવા કૃત્યો કરતા હોય છે. ત્યારે ‘હિન્દ ન્યુઝ’ દ્વારા કરવામાં આવેલ રિયાલિટી તપાસ માં કાલાવડની મુખ્ય કહી શકાય એવી શાઈનિંગ સ્ટાર સ્કુલ, શ્રી દિવ્ય જ્યોત વિદ્યાલય, શ્રી વિવેકાનંદ વિદ્યાલય, જે.પી.એસ સ્કુલ, શ્રી શિવ હરી સ્કુલ, શ્રી વંદના વિદ્યાલય માં મુખ્યત્વે શાઈનિંગ સ્ટાર સ્કુલ, શ્રી દિવ્યજ્યોત વિદ્યાલય, જે.પી.એસ સ્કુલ, શ્રી શિવ હરી સ્કુલ આ તમામ સ્કૂલોમાં ધોરણ : 1 થી 5 ના વર્ગો ચાલતો હોવાનો ‘હિન્દ ન્યુઝ’નાં કેમેરામાં કેદ થવા પામ્યા હતા. ‘હિન્દ ન્યુઝ’ રિયાલિટી તપાસ માં ઉપર જણાવેલ તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને મોટા ભાગે માસ્ક વગર દેખાય આવ્યા હતા.

       અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે કાલાવડ ની શ્રી દિવ્યજ્યોત સ્કૂલનાં સંચાલક એવા ચેતનભાઈ ચોવટીયા દ્વારા મીડિયા અને સરકારની સામે પડકાર ફેંકતા હોય એમ ‘હિન્દ ન્યુઝ’ને જણાવ્યું હતું કે અમે તો ધોરણ : 1 થી 5 નાં વર્ગો ચાલુ રાખીશું, તો શું શ્રી દિવ્યજ્યોત સ્કૂલના સંચાલક ચેતનભાઈ ચોવટીયા ને સરકારશ્રી નો કોઈ ડર નથી ? કે પછી રૂપિયા કમાવાની લ્હાયમાં કોરોના જેવી મહામારીમાં નાના બાળકોને સ્કુલમાં ભણતર માટે બોલાવી બાળકોના જીવને જોખમે મૂકવાનાં આ કૃત્ય બાદ જો કોઈ બાળક કોરોનાગ્રસ્ત થાય અને અનાયસે કોઈ બાળકનું કોરોના સંક્રમિત થઈ મૃત્યુ નીપજે તો તેની જવાબદારી કોની ? એ કાલાવડ ની જનતા જાણવા માંગે છે.

      જિલ્લા શિક્ષણ અધિકારી તાત્કાલિક ધોરણે કાલાવડ ખાતેની ખાનગી સ્કૂલોમાં ચાલતા ધોરણ : 1 થી 5 નાં વર્ગોને બંધ કરાવી સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે એવી કાલાવડ પ્રજાની ની માંગ ઉઠવા પામી છે.

      કાલાવડના એક લુખ્ખા તત્વ દ્વારા ‘હિન્દ ન્યુઝ’ ના અવાજને દબાવવાની કોશિશના પગલે ‘હિન્દ ન્યુઝ’નાં પરિચિત પત્રકારોને ફોન દ્વારા ‘હિન્દ ન્યુઝ’ વાળાઓને દાવમાં જ રાખ્યા છે અને મોકો મળે ત્યારે બતાવી દેવાની ધમકીઓ આપી નીડર અને નિષ્પક્ષ પત્રકારિત્વ કરતા ‘હિન્દ ન્યુઝ’નાં અવાજને દબાવવાની કોશિશ કરતા લુખ્ખા તત્વ દ્વારા આપવામાં આવેલ આવી ધમિકઓથી ‘હિન્દ ન્યુઝ’ અખબાર પોતાનું નિષ્પક્ષતા અને નીડરતા ઓછું નહીં કરે અને કાલાવડ નાં નાગરિકોનાં પ્રશ્નોને હરહંમેશ વાંચા આપતું રહશે.

Related posts

Leave a Comment