માંગરોળ કામનાથ રોડ વિસ્તારમાં રહેણાંક મકાનોમા પાણી ભરાવાનો ભય

હિન્દ ન્યુઝ, માંગરોળ

ભારે વરસાદ થતાં પાણી વધતા ગત રાત્રિએ લોકો ઉંધી ન શકયા, અમુક લોકોએ પાણી નિકાસ કરતા નાળા પર ભરતી કરેલ હોવાથી પાણી ભરાયાનુ આક્ષેપ, સ્થાનીક કાર્યકર આબેદિન જેઠવા એ મામલતદાર અને એસ.ડી.એમ ને ફરીયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું. જીલ્લા પંચાયત સભ્ય વાલભાઈ ખેર અને મામલતદાર સવારે સ્થળ પર આવી અડચણ હટાવવા સુચનાઓ આપી. જેતખમ ઓજી જતા રસ્તા ઉપર પાણી ભરાય જતા ત્યાં પણ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને તંત્રની ઢીલી નીતિ સામે આવતા લાગતા વળગતા અધિકારીઓ સાથે વાલાભાઈ ખેર તથા સુલેમાનભાઈ પટેલે ટેલીફોનીક વાતચીત કરી પૂલીયું બંધાવાની બાહેધરી મળતા મામલો થાળે પડ્યો હતો.

રિપોર્ટર : સોયબ જેઠવા, માંગરોળ

Related posts

Leave a Comment