વિંછીયા તાલુકામાં કોરોના રસીકરણની જાગૃતિ અંગે ગ્રામસભાનું થયેલું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગામોમાં કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલ તા. ૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં છાસીયા અને અમરાપર ગામે ગ્રામસભા યોજાય હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે સૌ વેકિસીનેશન કરાવે તે જરૂરી છે. લોકોએ અફવા અને અંધશ્રધ્ધાથી દૂર રહી પોતાની અને પરિવારની સુરક્ષા માટે આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. વિંછીયાના પ્રાંત અધિકારી પારસ વાંદાએ જણાવ્યું હતું કે હજુ તાલુકાના ૧૨થી વધુ જેટલા ગામોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ ગ્રામસભાનું આયોજન કરી લોકોમાં વેકસિનેશન પ્રત્યે જાગૃતિ લાવી વધુમાં વધુ વેકસીનેશન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ગ્રામ સભામાં તાલુકા વિકાસ અધિકારી ,તાલુકા હેલ્થ ઓફિસર અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment