ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા

હિન્દ ન્યુઝ,

લોક કલ્યાણલક્ષી યોજનાના લાભ જન-જન સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ – પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ભાડલા ગામે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા મંત્રી બાવળીયા

આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, વિધવા, નિરાધાર વૃદ્ધ સહાય કાર્ડ, જાતી,આવકના દાખલાઓ સહિતની ૫૦૦ થી વધુ લાભાર્થીઓને સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ

જસદણ તાલુકાના ભાડલા ખાતે ‘‘જનસુખાકારી કેમ્પ’’ ને ખુલ્લો મુકતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સેવાસેતુ કેમ્પનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી ઉપલબ્ધ બને તે માટે જરૂરી કાર્ડ અને દાખલાઓ એક જ સ્થળેથી લોકોને મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવતા હોય છે. રાજય સરકારના સંવેદનશીલ અભિગમના ભાગરૂપે વિવિધ સેવાઓ લોકોને ઘર આંગણે મળી હતી. મંત્રીએ કેમ્પ ખાતે ઉપસ્થિત જનસુમહને ભરોસો આપ્યો હતો કે, દરેક જરૂરિયાતમંદ લોકોને સરળતાથી દાખલાઓ તેમજ કાર્ડ મળી જશે. એક પણ લાભાર્થી કાર્ડ કે દાખલા વગર રહી ના જાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. મંત્રી બાવળિયાએ રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં અનાથ બનેલા બાળકો માટે “મુખ્યમંત્રી બાલ સેવા” યોજનાનો લાભ જરૂરિયાતમંદ બાળકોને મળી રહે તે માટે યોજનાની વિસ્તૃત માહિતી ઉપસ્થિત ગ્રામજનોને આપી હતી. ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોને આધાર કાર્ડ મળી રહે તે માટે પણ ખાસ કીટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. બી.પી.એલ. કાર્ડ ધારકો તેમના રાશન કાર્ડમાં સુધારા વધારા કરાવી તેઓ સમયસર રાશન મેળવી લે તેમ પણ ખાસ ગ્રામજનોને સૂચિત કરાયા હતાં. પ્રાંત અધિકારી ગલચરે કેમ્પ ખાતે આવકના દાખલા, જાતિના દાખલા, ગંગા સ્વરૂપા સહાય યોજના, નિરાધાર- વૃદ્ધ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, રેશન કાર્ડમાં સુધારા નામ કમી કરવા, આધાર કાર્ડ સહિતની વ્યવસ્થાની માહિતી પુરી પાડી હતી. સાંજે ૫:૩૦ કલાકની સ્થિતિએ આધાર કાર્ડ ૧૦૦, રેશન કાર્ડ ૮૦, એન.એફ.એસ.એ કાર્ડ ૬૪, આવકના દાખલા ૩૪, જાતિના દાખલા ૨, આયુષ્માન કાર્ડ ૫૩, વૃદ્ધ – વિધવા સહાયના ૧૭, સમાજ કલ્યાણના ૮, બાળકોના આધાર કાર્ડ ૭૧, કોરોના વેક્સિનેશન ૬૮ સહીત ૫૦૦ થી વધુ દાખલાઓ સહિતની સેવા-સુવિધા એક છત્ર નીચે પુરી પડાઈ તેમજ ૧૫૫૪ પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે, તેમજ આ કામગીરી હજુ ચાલુ રહેશે તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. આ તકે કોરોના વેક્સિનેશન કેમ્પનું ખાસ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું .જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા મામલતદાર એલ.ડી. ઝાલા, ટી.ડી.ઓ યશવંતકુમાર પટેલ, હેલ્થ ઓફિસર ડો. મેહુલ ગોસાઈ, આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, સમાજ કલ્યાણ, આરોગ્ય, પંચાયત, મહેસુલ સહિતના વિભાગની કચેરીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.

Related posts

Leave a Comment