રાજ્યમાં તા. ૨૪ ઓગસ્ટ-મંગળવારે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ગુજરાત

આ સર્વેક્ષણ ફરજિયાત નથી કે કોઇ કસોટી-પરીક્ષા સ્વરૂપે નથી-તેની નોંધ પણ શિક્ષકની સર્વિસબૂક કે કેરિયરમાં લેવાશે નહિ-સર્વેક્ષણ યથાવત રહેશે. શિક્ષક સંઘોનો બહિષ્કાર કે વિરોધ નિરર્થક છે. શિક્ષક સંઘો સાથે બેઠકો યોજી સંમતિ મેળવી તેમની જ અનુકૂળતા મુજબ તા.ર૪ ઓગસ્ટે સર્વેક્ષણનું આયોજન સરકારે કર્યુ છે. ગુજરાતે શિક્ષક સમુદાયના સક્રિય સહયોગ-યોગદાનથી શાળાપ્રવેશોત્સવ-ગુણોત્સવ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી દેશભરમાં સફળ પહેલ કરી છે હવે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં પણ ગુજરાત લીડ લેશે. સર્વેક્ષણનો હેતુ રાજ્યમાં શિક્ષણ ગુણવત્તા સુધારણા અને શિક્ષકોને સમયાનુકૂલ પરિવર્તન-ફેરફારો સામે સજ્જ કરવાનો છે. રાજ્યના ૧.૧૮ લાખ શિક્ષકોએ સર્વેક્ષણ આવકારી તેમાં જોડાવા સંમતિ આપી છે

Related posts

Leave a Comment