પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિથી ગુજરાત સરકાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-લવ જેહાદ લાવી કુમળી માનસિકતા ધરાવતી યુવતિઓને બચાવવા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં ફેરફાર કરાયા છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

તા.૧૯ ગુજરાત સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ તળે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે જેને આપણે લવ જેહાદ તરીકે ઓળખીએ છીએ. જેનો હેતુ આપણી કુમળી માનસિકતા ધરાવતી યુવતિઓને બચાવવાનો છે તેમ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું. જૂનાગઢ પાસેના ચાંપરડાની મુલાકાતે આવેલ ગુહ રાજ્યમંત્રીએ માધ્યમકર્મીઓ સાથે સંવાદ સાધતા વધુમાં કહ્યું કે, આ કાયદો પસાર કરવાના મૂળમાં કોઇ વિદ્યર્મી દ્વારા આપણી યુવતીઓને પોતાનુ નામ અટક બદલીને કે અન્ય રીતે સોશ્યલ મીડિયામાં પોતાના નામની ખોટી પોસ્ટ મૂકીને કુમળી માનસિકતા ધરાવતી યુવતીઓને ભોળવીને, કપટથી લલચાવી લગ્ન કરતા હતા. અને લગ્ન બાદ આ દીકરીઓનું ધર્મપરિવર્તન કરાવવાના કેટલાંય કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા હતા. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારે નક્કી કર્યુ કે, દિકરી આપણા કાળજાનો કટકો છે, અને આ દિકરીઓની જિદંગી બચાવવી એ આપણી ફરજ છે. એટલા માટે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-લવ જેહાદ પ્રબળ રાજકીય ઈચ્છા શકિતના આધાર પર લાવ્યા હતા. આજે નામદાર ગુજરાત હાઈકાર્ટ આ કાયદા સંબંધે કેટલાક સૂચનો કર્યા છે. તેનો અભ્યાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહમંત્રીએ ઉમેર્યુ હતુ.

Related posts

Leave a Comment