ગીર-સોમનાથ જિલ્લામાં કિસાન સન્માન દિવસ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

રાજ્યમાં પાંચ વર્ષ સરકારના સૈાના સાથ સૈાના વિકાસના ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ રામમંદીર ઓડીટેરીયમ ખાતે જળ સંચય યોજના નિગમના ચેરમેન ભરતભાઇ બોઘરાની પ્રેરક ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિન કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લામાં કિસાન સુર્યોદય યોજના હેઠળ ૨૪૮ ગામના ૪૩૯૬૩ ખેડૂત લાભાર્થીઓને આવરી લેવાયા છે. સુર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના હેઠળ રહેણાંક હેતુના ૧૧૨૭ વીજ ગ્રાહકોએ સોલાર રૂફટોપ સીસ્ટમ અપનાવી છે. જેની કુલ એકત્રીત ક્ષમતા ૩.૭૮ મેગાવોટ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લામાં ૧૬૭ પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે રૂા. ૩૮.૪૦ લાખની સહાય આપવામાં આવેલ છે. કિસાન પરિવહન યોજના હેઠળ જિલ્લામાં ૨૦ વાહન માટે રૂા. ૧૪ લાખની સહાય ચુકવવામાં આવી છે. જળ સંચય યોજનાના ચેરમેન અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજુરીપત્રો, કીટ અને વિનામુલ્યે છત્રી એનાયત કરવામાં આવી હતી. તેમજ માન.મુખ્યમંત્રીનો કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવોએ અને ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.

                  આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જળ સંચય યોજનાના ચેરમેનએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બિયારણ, ખાતર તેમજ અન્ય જરૂરી ખર્ચ માટે શુન્ય ટકાના વ્યાજ દરે ધીરાણ મળી રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન યોજના અન્વયે ખેડૂતોને મળી રહ્યો લાભ, ખેતીમાં આધુનિકરણ આવે તે માટે જરૂરી સાધનો ખરીદવા સહાય આપવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમારે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. શાબ્દીક સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.વાઘમસીએ કર્યું હતું. આભારવિધિ કાર્યપાલક ઇજનેર પી.જી.જોષીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિપક નિમાવતે કર્યું હતું. આ પ્રસંગે પુર્વ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકાના પ્રમુખ પિયુશભાઇ ફોફંડી, તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા ભાજપ મંત્રી પ્રવિણભાઇ આમહેડા, ભાજપ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, કલેકટર રાજદેવસિંહ ગોહીલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, મદદનીશ ખેતી નિયામક સમીરખાન બાબી, પી.કે.મોરી, નાયબ ઇજનેર પી.એન.વાસા, જે.જે.કાચા સહિતના અધિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment