કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે ભોજન તથા વાર્તાલાપ કરી પોતાનો સ્નેહભાવ વ્યક્ત કરતાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ તથા મહાનુભાવ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરના કરચલીયા પરાં વોર્ડનાં ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ, મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઇ ધામેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલાણી, પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના મહાનુભાવોએ કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે પ્રીતિ ભોજન લઇ તથા તેઓની સાથે સંવેદનાસભર વાર્તાલાપ કરી આ બાળકો પ્રત્યે પોતાનો સ્નેહભાવ વ્યક્ત કર્યો હતો.
મહાનુભાવોએ જીવનના દરેક તબક્કે રાજ્ય સરકાર હર હંમેશ તેઓની પડખે ઉભી છે તેમ જણાવી આ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ બાળકોને આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે એજ્યુકેશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment