અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને યુ-વીન કાર્ડ આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, નડિયાદ

     અસંગઠિત ક્ષેત્રના અને બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનનું રાજ્ય સરકાર દ્રારા ઇ-લોંન્ચીગ કરવામાં આવ્યું છે. જેથી અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ યુ-વીન કાર્ડ તથા બાંધકામ શ્રમયોગીઓ ઇ-નિર્માણ કાર્ડ મેળવી શકશે. જે માટે નજીકના સી.એસ.સી સેન્ટર પર જઇને શ્રમિકો તેઓની નોંધણી કરાવી શકશે. યુ-વીન કાર્ડ માટે અસંગઠિત ક્ષેત્રના એટલે કે, મનરેગા તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, આશાવર્કરો તથા આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ અને અન્ય સંલગ્ન શ્રમયોગીઓ, આંગણવાડી સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, સહકારી મંડળી, APMC તથા દુધ મંડળીઓ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલ શ્રમયોગી, ખાનગી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ તેમજ રીક્ષા ચાલકો, ટેક્ષી ચાલકો, માછીમારી સાથે સંકળાયેલ શ્રમયોગી, ફેરીયા, લારી ગલ્લા, દુકાનો, હોટેલ રેસ્ટોરન્ટ, વાણીજ્ય સંસ્થાઓ, ફળ અને શાકભાજી વ્યવસાય, ઘરેલુ કામદારો તથા અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા અસંગઠિત કામદારો જેવા 125 વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમયોગીઓ કે જેમની માસિક આવક રૂ.10.000 થી ઓછી હોય અથવા એક હેક્ટર (2.5 એકર) કે તેથી ઓછી વાવણી લાયક જમમ ધરાવતા હોય તેવા સ્વ રોજગાર મેળવતા શ્રમયોગી તથા ઘરેલું કામ કામ કરતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે. શ્રમયોગીઓએ નોંધણી કરવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે, આધાર નંબર, નિયત આવક મર્યાદાનું પ્રમાણપત્ર, જેવા પુરાવાઓ રજુ કર્યેથી નોંધણી કરીને યુ-વીન કાર્ડ સ્થળ પર જ વિના મુલ્યે આપવામાં આવશે. અગ્રતા પ્રાપ્ત પરિવારનું રેશનકાર્ડ ધરાવતા શ્રમયોગીઓએ આવકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહી. આ કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને મા વાત્સલ્ય યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના તેમજ અન્ય યોજનાઓનો લાભ મળશે. હાલમાં ખેડા જિલ્લામાં અત્યારસુધી કુલ-3082 શ્રમયોગીઓને યુ-વીન કાર્ડ આપવામાં આવ્યા છે. બાંધકામ શ્રમયોગીઓ નજીકના સી.એસ.સી સેન્ટર પર જઇને તેઓની નોંધણી કરાવી શકશે. બાંધકામ શ્રમયોગીઓને મળતા ઇ-નિર્માણ કાર્ડ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી, કલ્યાણ બોર્ડ દ્રારા મળતી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીની પત્નીને 27,500 સહાય ઉપરાંત મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી યોજના અંતર્ગત પુત્રીના જન્મ પ્રસંગે રૂ. 10 હજારનો બોન્ડ,મ્રુત્યુ થાય તો શ્રમિકોના વારસદારને મ્રુત્યુ સહાય અંતર્ગત રૂ.3 લાખની સહાય, બાંધકામ શ્રમિકના મ્રુત્યુ બાદ તેની અંતિમ ક્રીયા માટે બાંધકામ બોર્ડમાંથી સહાય જેવી અનેકવિધ સહાય આપવામાં આવે છે તેમ જિલ્લા કલેક્ટર ખેડા-નડીયાદ દ્રારા જણાવવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment