ર્ષ ૨૦૨૧-૨૨ માં મહિલાઓ માટે બાગાયત ખાતાની “મહિલા તાલીમાર્થીઓને વૃતિકા આપવા” ની યોજના માટેના આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

                                 મદદનીશ બાગાયત નિયામક (કેનિંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા મહિલાઓ માટે બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની બે તથા પાંચ દિવસીય તાલીમ આપવા અંગેનું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૨૦ થી ૫૦ રહેશે તેમજ આ યોજના હેઠળ તાલીમનો સમય મિનિમમ સાત કલાક રહેશે તથા તાલીમમાં રેગ્યુલર ઉપસ્થિત રહેનાર મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦ વૃતિકા ચુકવવામાં આવશે. જેનો લાભ લેવા માંગતા તાલીમાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે આઈ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા.૩૧-૧-૨૦૨૨ સુધી સૌ પ્રથમવાર ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છુક બહેનોએ ઓનલાઈન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે રેશનકાર્ડ, આધારકાર્ડ તેમજ બેન્ક પાસબુકની નકલ જોડીને મદદનીશ બાગાયત નિયમક (કેનીંગ), સરકારી ટેક્નિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર કચેરીએ રૂબરૂ કે ટપાલ દ્વારા રજુ કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment