છોટાઉદેપુર જિલ્લામાં જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા રક્ત શીબીર નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ડભોઈ

                                  જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયુષ બ્લડ બેંકના ઉપક્રમે અને લક્ષ્મીનારાયણ મિનરલ્સ ના સહયોગથી સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ, છોટાઉદેપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને સાથે જ સંસ્થામાં જોડાયેલા નવા સભ્યોનો સ્વાગત સંસ્થાના પ્રમુખ જાબીરહુસેન મલેક દ્વારા કરવામાં આવ્યું હતું. સભ્યોમાં સામેલ શ્રીમતી અશમા એમ. કાદરી, મોહમ્મદમુનાફ એસ. કાદરી ની નિમણૂક કરવામાં આવી હતી.

જયારે સિરાજભાઈ પઠાણની વોલન્ટિયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સંસ્થામાં જોડાયેલા તમામ સભ્યોને અને સંસ્થાના પ્રમુખને છોટાઉદેપુર નગર સેવા સદનના પ્રમુખ જાકીરભાઇ દડી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment