હિન્દ ન્યુઝ, દિયોદર
આજ દિયોદર આદર્શ હાઇસ્કુલ કેમ્પસમાં દિયોદર અને લાખણી તાલુકાના કોંગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન ની રેલી તેમજ સીબીર યોજાઈ. જેમાં મોંઘવારીની મહામારી થી ગરીબ અને મધ્યમ વર્ગની જનતા ત્રસ્ત થઈ છે. છેલ્લા અઢી દાયકા થી ભાજપ સરકાર મા મંદી, મોંઘવારીના કહેર થી ‘અચ્છે દિન ‘ બહોત હુઇ મહેગાઈ કી માર’જેવા સૂત્રો ની ભ્રામકતા સામે લોકો સુધી સાચી હકીકત પોહચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ ” જન ચેતના અભિયાન સેતુ” જન – જન સુધી ભાજપ ના જૂઠાણા, ની પ્રજા વચ્ચે જઈ આવનારી ૨૦૨૨ ની ચૂંટણી તૈયારી સાથે રણનીતિ નક્કી કરી છે.
દિયોદર આદર્શ હાઇસ્કુલ ખાતે દિયોદર – લાખણી તાલુકાના કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોગ્રેસ ના કાર્યકરો દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા, વિરુદ્ધ પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી. ગેસ , વિજબીલ માં તોતિંગ વધારો ઝીંકતા લોકોના જીવન જરૂરી ચીજવસ્તુઓ ના આસમાને ભાવ વિરોધી રેલી યોજી, ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તેમજ કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શિત કરી દિયોદર મામલતદાર કચેરી આવેદન પત્ર આપ્યું હતું.
મહત્વનું છે કે દિયોદર ખાતે દિયોદર અને લાખાણી તાલુકા કોગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, વીજ બિલમાં તોતિંગ ભાવ વધારા સામે જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ દિનેશ ભાઈ ગઢવી, દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, વાવ ધારા સભ્ય ગેનીંબેન ઠાકોર, થરાદ ધારા ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય અનિલ ભાઈ માળી, લાખાણી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ મહેશ ભાઈ દવે, દિયોદર દિયોદર, લાખાણી તાલુકા કોંગ્રેસ ના આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્યો, ઉપસ્થિતિ રહ્યા હતા.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર