ભાભર તાલુકાના બેડા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઇ હતી

ભાભર,

ભાભર તાલુકાના બેડા અને સુઇગામ તાલુકાના લીબુણી માં પણ આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઇ હતી.  જેમાં આ આમ આદમી પાર્ટી ની ભાભર તાલુકા કારોબારી ની યુથ બોડી ની રચના કરવામાં આવી હતી, જેમાં સુઇગામ તાલુકાની પણ સંગઠન બોડી બનાવવા માં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ પોત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં ખેડુતો ને થતા અન્યાય સામે લડી લેવા આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન સચિવ અને જિલ્લા પ્રભારી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, દ્વારા લોકોને અને ખેડૂતો ને પુરો ભરોસો આપ્યો હતો.

જેમાં ભાભર અને સુઇગામ ની સંગઠન રચના કરવામાં આવી હતી. જેમાં ભાભરઅને સુઇગામ તરફ થી અશોકભાઈ એમ, સુરેશ ભાઈ ચૌધરી, ભુપતસિહ દરબાર, ( દલિત) પરમાર રણછોડભાઈ ઉકાભાઈ, બળદેવભાઈ જેહાભાઈ ઠાકોર ની અલગ અલગ હોદ્દા પ્રમાણે વરણી કરવામાં આવી હતી. જેમાં સરકાર ની ગાઇડ લાઇન મુજબ સમગ્ર મીટીંગ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને કરવામાં આવી હતી.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment