જોડીયા,
જોડીયા ખાતે આમરણ કોસ્ટલ હાઇવે પર ભારે વરસાદને કારણે દુધઈ પાસેની ફોરટ્રેક હાઈવેની એક સાઈડ પાણી ભરાવાને કારણે બંધ કરવી પડી અને અમુક નીચાણવાળા ઘરોમાં પાણી પણ ભરાય ગયેલ. તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર હાજર છે અને આ વિસ્તારમાં આજ રોજ આશરે 15 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાથી ગામ આખા માં પાણી પાણી જ જોવા મળે છે અને ઘરમાં અને દુકાનો માં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે. અને ગ્રામ જનોની હાલત કફોડી બની ગઈ છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા