જામનગરમાં દ્વારકાધીશ મંદિરે રથયાત્રા દર્શન નો લાભ લેવા ભાવુકો નો અનોખો ઉમંગ

હિન્દ ન્યુઝ, જામનગર

  જામનગર કિશાંચોક માં આવેલ દ્વારકાધીશ મંદિરે રથયાત્રા દર્શન નો લાભ લેવા ભાવુકો નો અનોખો ઉમંગ છે. આ રથયાત્રા દર્શન રવિવારે બપોરે 12.30 થી 1.15 સુધી અને સાંજે 6.10 થી 7.15 સુધી રથયાત્રા ના દર્શન થશે. આ રથયાત્રાનો અનોખો મહિમા હોય છે, જે પુષ્પ નક્ષત્ર, ચાર ખેલ, ચાર યુથ ના ભાવથી પ્રભુ રથ પર બિરાજી વ્રજભક્તો ના મનોરથ સિદ્ધ કરે છે. જે રથ ને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ છે. આ રથ ને સખાઓ ખેંચે છે. આ રથ ની આગળ સખાઓ ધ્વજા, પતાકા, છત્ર, ચંવર લઈ ને ચાલે છે. જે રથ ને ઘોડા જોડવામાં આવે છે તે કિશોર લીલા ની ભાવના છે. એ રથ માં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત બિરાજે છે. શ્રી જગદીશ ના રથ ને ૧૬, બળદેવજી ના રથ ને ૧૨, શ્રી સુભદ્રાજી ન રથ ને ૮ પૈડા હોય છે. આ ઉત્સવ ઉજવવાની ભગવત આજ્ઞા શ્રી ગુંસાઈજી ને શ્રી જગન્નાથજી ની યાત્રા માં જગન્નાથપુરી માં થઈ હતી. ત્યારે શ્રી ગુંસાઈજી સાથે માધવદાસ નામના સેવક હતા તેમને જય શ્રી જગન્નાથ હરિ દેવા એ પદ ગાયું. શ્રી ગુંસાઈજી એ આ પદ ને રથના પ્રાથમિક પદ રૂપે સ્થાન આપ્યું. આપણા દેહરૂપી રથ ના ઘોડા દસ ઇન્દ્રિયો છે. દેહરૂપી રથ નો સારથી આપણું મન છે. દેહરૂપી રથ ની લગામ બુદ્ધિ છે. દેહરૂપી રથ માં આત્મા સવારી કરે છે. રથયાત્રા ના દિવસે શ્રી મહાપ્રભુજીની આસુરવ્યામોહ લીલા આ દિવસે શ્રી મહાપ્રભુજી એ ગંગાતટ ની રેતી માં શિક્ષાશ્લોકા ગ્રંથ ના સાડા ત્રણ શ્લોક લખ્યા અને પોતાના પરિવાર અને સેવકોને ને અંતિમ આજ્ઞા પોતાના સ્વહસ્તે લખી ને આપી શિક્ષશ્લોકા નો સાર. જો આપણે પ્રભુથી બહિર્મુખ થઈશું અને પ્રભુ ના સેવા સ્મરણ છોડી લૌકિક માં રચ્યા પચ્યા રહીશું તો આ સંસાર સાગર માં ખોવાઈ જઈશું અને કાળ આપણું ભક્ષણ કરી જશે. શ્રીકૃષ્ણ આપણા સ્વામી છે. તેઓ અલૌકિક છે. તેમની સાથે લૌકિક વ્યવહાર ના કરવો તેમને લૌકિક ના માનતા, અર્થાત્ આપણા સ્વાર્થ અને સુખ માટે તેમની સેવા સ્મરણ ના કરવા. તત્સુખ નો વિચાર કરી દસભવ રાખવો. આ રથયાત્રા દર્શન થી ભકતજનો તેમજ ભાવુકો ધન્ય થઈ જાય છે. દર્શન નો લાભ લેવા અનેક ભક્તો દૂર દૂર થી પહોંચતા હોય છે. તો સર્વ ધર્મ પ્રેમી ભક્તો એ દર્શન નો લાભ લેવા પધારવું.

Related posts

Leave a Comment