સીખેડા જીલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિ ની બેઠક યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, નડિયાદ

માન્ય કલેક્ટર બચાણી તથા આર.એ.સી નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.વી.એસ કન્વીનર અને સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં માનનીય કલેકટર દ્વારા સંપૂર્ણ પરીક્ષા covid-19 ગાઈડલાઈન મુજબ અને સંપૂર્ણ વિશ્વસનીય રીતે લેવાય તેવી સૂચના આપવામાં આવી આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દ્વારા પરીક્ષા સંબંધિત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના પરીક્ષા આપનાર ૧૩૦૦૦ રીપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા સબંધિત સુચનાઓ આપવામાં આવી.

આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાના 52 બિલ્ડીંગ ઉપર રીપીટર પરીક્ષા યોજનાર છે તે સંબંધિત સ્થળ સંચાલકોની મીટીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્થળ સંચાલકોને પરીક્ષા સંબંધિત સૂચનાઓ આપવામાં આવી અને પરીક્ષાનું કોવીડ નવી ગાઇડલાઇન પ્રમાણે પાલન કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું. પરીક્ષાની તારીખ 15 થી 28 જુલાઈ ધોરણ 10 ના કુલ નવ હજાર વિદ્યાર્થીઓ ધોરણ 12 ના કુલ 4100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષામાં એસએસસી ના બે ઝોન અને એચ.એસ.સી નો એક ઝોન છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment