ખેડા જિલ્લામાં 36 બાળકોને માસિક 4000/- સહાય મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ખેડા

“મુખ્યમંત્રી સાથે મોકળા મને” અંતર્ગત રાજ્યભરમાંથી આવેલા કોરોનામાં માતા-પિતાની છાયા ગુમાવી બેઠેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં ખેડા જિલ્લા માંથી સુથાર હેતકુમાર અલ્પેશભાઈ સુથારવાડા ચકલા કપડવંજ ઉંમર વર્ષ 12 ધોરણ-૭ મા અભ્યાસ કરે છે. જેમના માતા-પિતા એપ્રિલ 2021 કોરોના સમય દરમિયાન અવસાન થવાથી બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. મનની મોકળાશ કાયૅક્રમ હેતકુમાર તથા તેમના પાલક વાલી ક્રિષ્નાબેન ઉપસ્થિત રહી મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતા. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં આવા અનાથ-નિરાધાર બાળકોને 18 વર્ષની વય સુધી દર મહિને રૂ. 4000ની સહાય આપવામાં આવે છે. આ વયમર્યાદા વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે બાળકની વય 21 વર્ષની થાય ત્યાં સુધી તેને રાજ્ય સરકાર દર મહિને રૂ. 4000ની સહાય આપી આર્થિક આધાર પૂરો પાડશે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી આવા 35 જેટલા નિરાધાર-અનાથ બાળકોને સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી. બાળકો સાથે તેમના પાલક વાલીઓ પણ જોડાયા હતા. કોરોનાને કારણે નિરાધાર થયેલા બાળકોનો ભવિષ્યનો વિચાર કરીને જ રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી બાળ સહાય યોજના’ શરૂ કરી છે.

મોકળા મને કાયૅક્રમમાં મહેશ પટેલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહેલ અને વધુમાં જણાવ્યું હતું કે કોરોના સમય દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવા ખેડા જિલ્લામાં 36 બાળકોને માસિક 4000/- સહાય મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ આપવામાં આવેલો છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment