ઉના તાલુકાના ખાપટ ગામે આંગણવાડી કેન્દ્ર પર દેશી દારૂ ની પ્લાસ્ટિક ની થેલી તથા માણસ નું મળ જોવા મળ્યું

હિન્દ ન્યુઝ, ઉના

ઉના તાલુકાના ખાપટ ગામે આંગણવાડી કેન્દ્ર પર બાળક નું ઘડતર નહિ પરંતુ શૌચાલય બનાવ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યાં. આંગણવાડી કેન્દ્ર ની આજુ બાજુના વિસ્તારો તથા ગ્રાઉન્ડ માં લોકો દ્વારા શૌચાલય કરવમાં આવે છે અને દેશી દારૂ ની પ્લાસ્ટિક ની થેલી ઓ જોવા મળી છે.

ગુજરાત સરકાર નાં કહેવા મુજબ ગુજરાત માં દારૂ બંધી છે પરંતુ ખાપટ ગામમાં દારૂની રેલમછેલ થતી હોય તેવુ લાગી રહ્યું છે. જે આંગણવાડી માં બાળક ને ભણતર પૂરું પાડવાનું હોય છે તેજ આંગણવાડી જેમ દારૂ નો અડ્ડો અને ગામ જનો માટે શૌચાલય હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. આં દ્રશ્યો થી બાળક નું ઘડતર અને આરોગ્ય બગડે એવું લાગી રહ્યું છે. હવે આ દ્રશ્યો જોઈ તંત્ર શું કામગીરી હાથ ધરે એ જોવું રહ્યું.

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment